IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન ભારતમાં જ આયોજિત થવા જઈ રહી છે. આઈપીએલના અધ્યક્ષે આ વાતની પુષ્ટિ કરી છે. આ અગાઉ, લોકસભાની ચૂંટણીને કારણે, એવી અટકળો હતી કે IPLની 17મી સિઝન UAE અથવા દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવશે. પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મેના રોજ રમાઈ શકે છે. જો કે હજુ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા BCCI ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને 8 થી 10 દિવસનો સમય આપવા માંગે છે.
અમે લોકસભા ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહ્યા છીએ
ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતા IPLના ચેરમેન અરુણ ધૂમલે દાવો કર્યો કે 17મી સિઝન ભારતમાં આયોજિત કરવામાં આવશે. અરુણ ધૂમલે કહ્યું કે, IPLની 17મી સિઝન ભારતમાં જ રમાશે. BCCI ટૂંક સમયમાં IPLની 17મી સિઝનની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. અમે લોકસભા ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહ્યા છીએ. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ અમે IPLની 17મી સિઝનનું શેડ્યૂલ જાહેર કરીશું.
ટુર્નામેન્ટ વિદેશમાં શિફ્ટ કરવામાં આવશે નહીં
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આઈપીએલની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મે સુધી રમાઈ શકે છે. T20 વર્લ્ડ કપ 5 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, તેથી BCCI ખેલાડીઓને તૈયારી માટે 8 થી 10 દિવસનો સમય આપી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
2014માં પણ લોકસભાની ચૂંટણીને કારણે IPLનો પહેલો ભાગ UAEમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો
આ અગાઉ, લોકસભાની ચૂંટણીને કારણે, એવી અટકળો હતી કે IPLની 17મી સિઝન ભારતને બદલે વિદેશમાં શિફ્ટ કરવામાં આવશે. આઇપીએલની બીજી સિઝનનું આયોજન 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. 2014માં પણ લોકસભાની ચૂંટણીને કારણે IPLનો પહેલો ભાગ UAEમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે BCCI ભારતમાં IPLની 17મી સિઝનનું આયોજન લોકસભા ચૂંટણી દરમિયાન કરશે. નોંધનિય છે કે, આઈપીએલ વિશ્વની સોથી લોકપ્રીય ટૂર્નામેન્ટમાની એક છે. તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. આ ઉપરાંત ફેન્સ પણ આઈપીએલની આતુરતાથી રાહ જોતા હોય છે.