IPL 2021: કોરોના વાયરસ મહામારીની વચ્ચે વિશ્વની સૌથી જાણીતી ક્રિકેટ લીગ IPLની 14 સીઝન આજથી શરૂ થવા જઈ રહી છે. આજે પ્રથમ મેચમાં પાંચ વખત ચેમ્પિયન રહેલ Mumbai Indians એક પણ વખત ખિતાબ ન જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની વચ્ચે રમાશે. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) છે જ્યારે બેંગલરોના કેપ્ટન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) છે.


દેશમાં ફરી એકવાર કોરોનાની બીજી લહેર આવી છે, જેના કારણે કેસોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલા બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યુ હતું કે, સામાન્ય રીતે આઇપીએલની 56 મેચો દેશમાં મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા, બેગ્લુંરુ, અમદાવાદ અને દિલ્હીમાં રમાવવાની હતી, અને દર્શકોની સંખ્યાને લઇને પણ ખુલાસો થયો હતો, પરંતુ હવે કોરોનાનુ સંક્રમણના કારણે ખાલી સ્ટેડિયમમાં મેચો રમાશે. તાજેતરમાં જ અમદાવાદમાં થયેલી બીસીસીઆઇની બેઠકમાં આ વાત પર ચર્ચા કરવામા આવી અને ખાલી સ્ટેડિયમમાં મેચો રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 


કોરોનાનો પ્રકોપ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ પર પણ પડવા લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ, રૉયલ ચેલેન્જર્સનો દેવદત્ત પડિકલ કોરોના પૉઝિટીવ થયા છે, આ સાથે જ આઇપીએલના સ્ટાફ મેમ્બર્સ પણ કોરોનાથી સંક્રમિત થતા આઇપીએલ પર ખતરો ઉભો થયો છે. 


લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.


આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે


કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે.


દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે.