નવી દિલ્હીઃ કોરોનાની અસર ભારતમાં દિવસે દિવસે વધી રહી છે, કોરોનાના 85થી પણ વધુ કેસો પોઝિટીવ આવ્યા બાદ સરકાર એલર્ટ મૉડમાં આવી ગઇ છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓની મળેલી મીટિંગમાં આઇપીએલને લઇને ખાસ ચર્ચા પણ હતી.


આઇપીએલ 13 સિઝનને લઇને આઇપીએલ ગર્વનિંગ કાઉન્સિલની એક બેઠક મળી હતી, જેમાં ભારતમાં કોરોનાનો કહેર તો વિદેશમાં આઇપીએલ કરાવવી યોગ્ય છે કે નહીં, આ અંગે પણ ચર્ચા થઇ હતી. જોકે, આઇપીએલ ગર્વવિંગ કાઉન્સિલની બેઠકમાં વિદેશોમાં આઇપીએલ કરાવવાની પણ ના પાડી દીધી હતી, તેમના મતે વિદેશોમાં આઇપીએલ કરાવવી પણ યોગ્ય વિકલ્પ નથી.



રિપોર્ટ પ્રમાણે, મીટિંગમાં વિદેશોમાં આઇપીએલ કરાવવાને લઇને ગવર્નિંગ કાઉન્સિલ તૈયાર નથી. કેમકે વિશ્વભરમાં કોરોનાની અસર ફેલાઇ રહી છે જેથી આ યોગ્ય વિકલ્પ નથી.



ખાસ વાત છે કે, આઇપીએલને 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલ માટે રિશિડ્યૂલ કરી દેવાઇ છે. પણ હવે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મોટુ નિવેદન આપતા કહ્યુ હતુ કે જો કોરોનાની અસર વધશે તો આઇપીએલ 60 મેચોની જગ્યાએ 30 મેચોના નાના ફોર્મેટમાં રમાડવામાં આવી શકે છે.