આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ગાંગુલીએ કહ્યું, 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. તેથી આમ પણ IPL ટૂંકી થઈ જશે. તે કેટલી ટૂંકી હશે તે અમે ન કહી શકીએ. અમે દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે દર સપ્તાહે સ્થિતિની સમીક્ષા કરીશું. અમે આઈપીએલનું આયોજન કરવા તો ઈચ્છીએ છીએ પણ તેની સાથે અમને લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા છે.
બેઠક બાદ સૂત્રના જણાવ્યા મુજબ, આઈપીએલની મેચ ઓછી કર્યા બાદ તેના બે ગ્રુપ પાડીને રમાડવાના વિકલ્પ પર પણ ચર્ચા થઈ. કિંગ્સ ઈલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ બેઠક બાદ સ્પષ્ટતા કરી કે, હાલ રાહ જોવામાં આવી રહી છે. બીસીસીઆઈ, આઈપીએલ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કે સ્પષ્ટ કર્યુ છે કે અમે નાણાકીય નુકસાન અંગે વિચારી રહ્યા નથી.
બીસીસીઆઈની મુશ્કેલી દિલ્હી સરકાર અને મહારાષ્ટ્ર સરકારે વધારી છે. દિલ્હી સરકારે આઈપીએલ મેચોના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યમાં આઈપીએલની ટિકિટોના વેચાણ પર રોક લગાવી ચુકી છે. કર્ણાટક સરકાર પણ રાજ્યમાં આઈપીએલ મેચો પર બેન લગાવવા વિચાર કરી રહી છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આઈપીએલની વર્તમાન સિઝન મેદાન પર દર્શકો વગર આયોજિત કરવામાં આવી શકે છે.
રાજ્યસભા ચૂંટણીઃ ક્રોસ વોટિંગના ડરથી ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યો જયપુર લઈ જવાયા, જુઓ લિસ્ટ
Yes Bank ના શેરમાં રોકાણ કરીને કમાણી કરવાનો છે પ્લાન ? પહેલા જાણી લો આ નિયમ, નહીંતર થશે પસ્તાવો
લોકો ચામાચીડિયા અને કૂતરા કેવી રીતે ખાઈ શકે ? કોરોના વાયરસને લઈ ચીન પર આ સ્ટાર ક્રિકેટરે કાઢ્યો ગુસ્સો