નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરને લઇને દેશની મોટી મોટી ઇવેન્ટ રદ્દ થઇ રહી છે. હવે આની અસર દેશની મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ આઇપીએલ પર પણ પડી છે. જેના કારણે બીસીસીઆઇએ આઇપીએલને 15થી રમાડવાનો નિર્ણય કર્યો છે, જોકે, આ પહેલા 29 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ થવાની હતી.


બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 13 સિઝન માટે રિશિડ્યૂઅલ કર્યુ છે, 29 માર્ચની જગ્યાએ હવે 15 એપ્રિલે રમાડવાની નક્કી કરવામાં આવી છે.

આઇપીએલ 2020ની 13મી સિઝન રિશિડ્યૂઅલ કર્યા બાદ હવે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મોટુ નિવેદન આપ્યુ છે. ગાંગુલીએ કહ્યું કે, જો કોરોનાની અસર વધશે અને પરિસ્થિતિ સુધરશે નહીં તો અમે આઇપીએલને નાના ફોર્મેટમાં રમાડવાનો નિર્ણય કરી શકીએ છીએ.



રિપોર્ટ પ્રમાણે, જો નાના ફોર્મેટમાં મેચ રમાશે તો 60 મેચની ટૂર્નામેન્ટ ઘટીને 30 મેચમાં રમાઇ શકે છે.

ખાસ વાત છે કે, આઇપીએલને લઇને મુંબઇમાં બીસીસીઆઇએ ગવર્નિંગ કાઉન્સિ અને તમામ 8 ફ્રેન્ચાઇઝીઓ સાથે સંયુક્ત બેઠક બોલાવી હતી, આમાં આઇપીએલના નાના ફોર્મેટ સહિતના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.