હાલની 8 ટીમોમાંથી દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર એવી ત્રણ ટીમ છે જે અત્યાર સુધી એક પણ વખત આઈપીએલ ખિતાબ જીતી નથી શકી. મુંબઈ ઇન્ડિયન્સે પાંચ વખત ખિતાબ જીતવા ઉપરાંત સીએસકે ત્રણ વખત વિજેતા બની છે. જ્યારે કેકેઆરની ટીમ બે વખથ આ ટ્રોફી જીતી ચૂકી છે. રાજસ્થાન રોયલ્સે 2008માં આઈપીએલની પ્રથમ સીઝન પોતાના નામે કરી હતી. 2009માં આઈપીએલનો ખિતાબ ડેક્કન ચાર્જીસે જીત્યો હતો અને 2016માં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.
અત્યાર સુધી આ ટીમ બની છે ચેમ્પિયન
2008: રાજસ્થાન રોયલ્સ
2009 : ડેક્કન ચાર્જર્સ
2010 : ચેન્નઈ સુપર કિંગ્સ
2011 : ચેન્નઈ સુપર કિંગ્સ
2012 : કોલકાતા નાઇટ રાઈડર્સ
2013 : મુંબઈ ઇન્ડિયન્સ
2014 : કોલકાતા નાઇટ રાઈડર્સ
2015 : મુંબઈ ઇન્ડિયન્સ
2016 : સનરાઈઝર્સ હૈદ્રાબાદ
2017 : મુંબઈ ઇન્ડિયન્સ
2018 : ચેન્નઈ સુપર કિંગ્સ
2019 : મુંબઈ ઇન્ડિયન્સ
2020 : મુંબઈ ઇન્ડિયન્સ
જણાવીએ કે, પાંચમી વખત ખિતાબ પોતાના નામે કરવામાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો. લીગ સ્ટેજમાં ટોપ પર રહેનાર મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને ક્વોલિફાયર વનમાં 57 રને અને ફાઈનલ મેચમાં 5 વિકેટથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત ખિતાબ પોતાના નામે કર્યો.