કોલકાતાઃ ભારતની પ્રથમ ડે નાઇટ ટેસ્ટમાં વિકાટ કોહલી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે. જેની સાથે તે આમ કરનારો ભારતનો પ્રથમ કેપ્ટન બની જશે. આ ઉપરાંત ઐતિહાસિક ટેસ્ટ મેચ દરમિયાન કોહલી વધુ એક રેકોર્ડ બનાવી શકે છે. ટેસ્ટ કેપ્ટન તરીકે 5000 રન પૂરા કરવાથી તે માત્ર 32 રન જ દૂર છે.  32 રન બનાવતાં જ ટેસ્ટ કેપ્ટન તરીકે 5000 રન બનાવનારો ભારતનો પ્રથમ કેપ્ટન તો બનશે જ ઉપરાંત એશિયાનો પણ પ્રથમ કેપ્ટન બની જશે.


વિશ્વ ક્રિકેટમાં ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલી 5000 રન બનાવનારો છઠ્ઠો ખેલાડી બની જશે. કોહલી પહેલા ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને રિકિ પોન્ટિંગ, વેસ્ટ ઈન્ડિઝનો ક્લાઇવ લોયડ, સાઉથ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ અને ન્યૂઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ હાંસલ કરી ચુક્યા છે. કોહલીએ કેપ્ટન તરીકે કુલ 52 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 4968 રન બનાવ્યા છે.

કેપ્ટન તરીકે 5000 કે તેથી વધુ રન બનાવનારા ખેલાડી

- ગ્રીમ સ્મિથ-સાઉથ આફ્રિકા, 109 મેચ, 8659 રન

- એલન બોર્ડર-ઓસ્ટ્રેલિયા, 93 મેચ, 6623 રન

- રિકી પોન્ટિંગ-ઓસ્ટ્રેલિયા, 77 મેચ,6542 રન

- ક્લાઇવ લોયડ-વેસ્ટ ઈન્ડિઝ, 74 મેચ 5233 રન

- સ્ટીફન ફ્લેમિંગ-ન્યૂઝીલેન્ડ, 80 મેચ, 5156 રન

વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટે આજે ટીમ ઈન્ડિયાની પસંદગી, આ દિગ્ગજ ખેલાડીને મુકવામાં આવી શકે છે પડતો

આજે ફરી મળશે NCP-કોંગ્રેસના નેતા, આવતીકાલે થઈ શકે છે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જાહેરાત