મુંબઇઃ કોરોના કાળને લઇને ક્રિકેટ બંધ હતી, હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે. આ લિસ્ટમાં હવે આઇપીએલને પણ મોકો મળી શકે છે. આઇપીએલ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ વર્ષના અંત સુધી આઇપીએલ લીગ યોજાઇ શકે છે.
રિપોર્ટ પ્રમાણે, આઇપીએલ 2020નુ આયોજન વિદેશમાં થશે, અને આ માટે કેટલાક દેશો ભારતને સપોર્ટ પણ કરી રહ્યાં છે. અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ આઉટલૂક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રમાશે.
રિપોર્ટ પ્રમાણે, આ અઠવાડિયાની શરૂઆતમાં આઇપીએલના તમામ ટીમ માલિકોની મીટિંગ થઇ હતી, જેમાં આ વિદેશમાં રમાડવાની અંગે કોઇને કંઇ વાંધો નથી. કેટલીય ફ્રેન્ચાઇઝીઓને આશા છે કે સપ્ટેમ્બરના અંતમાં આ લીગનુ આયોજન થઇ શકે છે. જોકે આ માટે ટી20 વર્લ્ડકપ રદ્દ થવો ખુબ જરૂરી છે. આ જ કારણ છે કે બીસીસીઆઇ હાલ આઇપીએલ પર કોઇ સત્તાવાર નિવેદન નથી આપી રહી, કેમકે તે ટી20 વર્લ્ડકપને લઇને આઇસીસીના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે.
મનાઇ રહ્યું છે કે યુએઇમાં કોરોના વાયરસના પ્રૉટોકૉલને ધ્યાનમાં રાખતા આઇપીએલનુ આયોજન ખાલી સ્ટેડિયમમાં જ થશે. રિપોર્ટ એક ટીમ ફ્રેન્ચાઇઝીના હવાલાથી કહેવાયુ છે કે આઇપીએલ ટીવી માટે બનાવવામાં આવી છે. જો સ્ટેડિયમમાં ભીડ નહીં આવે તો આનાથી કોઇ ખાસ ફરક નહીં પડે. વળી, એક અન્ય ટીમ માલિકના હવાલાથી કહેવાયુ છે કે ત્યાં અમારા વિદેશી ખેલાડીઓ રમવા માટે તૈયાર થશે. અમને તૈયારીઓ માટે માત્ર એક મહિનાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે આઉટલુકના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2020માં રમાનારો ટી20 વર્લ્ડકપ રદ્દ થવાનુ નક્કી છે, આ માટે સહમતી પણ બની ગઇ છે, અને બહુ જલ્દી આની જાહેરાત પણ થશે.
IPL રમાવવાનું લગભગ નક્કી, જાણો ક્યાં ને ક્યારે રમાશે આઇપીએલ 2020
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2020 11:02 AM (IST)
રિપોર્ટ પ્રમાણે, આઇપીએલ 2020નુ આયોજન વિદેશમાં થશે, અને આ માટે કેટલાક દેશો ભારતને સપોર્ટ પણ કરી રહ્યાં છે. અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ આઉટલૂક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રમાશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -