નવી દિલ્હીઃ આઇપીએલ 13ની સિઝનમાં ભાગ લેવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની ચાર ટીમો દુબઇ પહોંચી ગઇ છે. આ ટીમોમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરું, રાજસ્થાન રૉયલ્સ, કોલકત્તા નાઇટરાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામેલ છે. આઇપીએલમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ, અધિકારીઓને બીસીસીઆઇ દ્વારા જાહેર કરાવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ત્યાં નિયમનુ પાલન કરવુ પડશે.
આરસીબીની ટીમ 13મી સિઝન રમવા માટે દુબઇ પહોંચી ગઇ છે, વળી, રાજસ્થાન, પંજાબ અને કોલકત્તાની ટીમ 19 સપ્ટેમ્બરે જ દુબઇ પહોંચી ગઇ હતી. બીસીસીઆઇ અનુસાર દરેક ટીમના સભ્યોને ઓછામાં ઓછા બે વાર કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે.
આઇપીએલ 2020ની સિઝન ભારતની જગ્યાએ આ વખતે યુએઇમાં રમાવવાની છે. આઇપીએલની 13મી સિઝન આ વખતે કૉવિડ-19ના કારણે દુબઇમાં રમાવવાની છે, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
નોંધનીય છે કે, આઇપીએલ 2020ની સિઝન માટે વીવોની જગ્યાએ ડ્રીમ 11 મુખ્ય સ્પૉન્સર બની ગઇ છે. ડ્રીમ 11એ લગભગ સાડા ચાર મહિનાના કૉન્ટ્રાક્ટ માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નુ ટાઇટલ સ્પૉન્સર હાંસલ કરી લીધુ છે. ડ્રીમ 11 પહેલા જ છેલ્લા કેટલાક વર્ષોથી આઇપીએલના પ્રયોજન સાથે જોડાયેલા છે, આઇપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યુ કે ડ્રીમ 11એ 222 કરોડ રૂપિયાની બોલીની સાથે અધિકાર હાંસલ કરી લીધો છે.
IPLની રમવા દુબઇ પહોંચી આ ટીમો, કેટલા દિવસ રહેવુ પડશે ક્વૉરન્ટાઇનમાં ને કેટલીવાર થશે કૉવિડ-19 ટેસ્ટ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Aug 2020 09:27 AM (IST)
આરસીબીની ટીમ 13મી સિઝન રમવા માટે દુબઇ પહોંચી ગઇ છે, વળી, રાજસ્થાન, પંજાબ અને કોલકત્તાની ટીમ 19 સપ્ટેમ્બરે જ દુબઇ પહોંચી ગઇ હતી. બીસીસીઆઇ અનુસાર દરેક ટીમના સભ્યોને ઓછામાં ઓછા બે વાર કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -