Umran Malik Irani Cup 2022 Saurashtra vs Rest of India: ઈરાની કપ 2022 માં સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 98 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ધર્મેન્દ્ર જાડેજાએ સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. જ્યારે રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે મુકેશ કુમાર અને ઉમરાન મલિકે ખતરનાક બોલિંગ કરી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રની ટીમ 98 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ઉમરાને રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 5.5 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે એક મેડન ઓવર લેવામાં આવી હતી. કુલદીપ સેને 7 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. મુકેશ કુમારે 10 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે 4 મેડન ઓવર પણ લીધી.
સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર જાડેજાએ સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. તેણે 36 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન જયદેવ ઉનડકટે 13 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા હતા. અર્પિતે 19 બોલમાં 22 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા સામેલ હતા. ઓપનર હાર્વિક દેસાઈ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. સ્નેલ પટેલ 4 રન બનાવીને આઉટ થયો હતો. ચિરાગ જાની પણ ખાતું ખોલાવી શક્યો નહોતો. ચેતેશ્વર પૂજારા એક રન બનાવીને આઉટ થયો હતો. ઉલ્લેખનીય છે કે રેસ્ટ ઓફ ઈન્ડિયાની કેપ્ટનશીપ હનુમા વિહારી પાસે છે.