Momin Saqib Meets Irfan Pathan: પાકિસ્તાનના મીમ કિંગ મોમિન સાકિબ(Momin Saqib)એ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમા તે પૂર્વ ભારતીય ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણ સાથે ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ચર્ચા કરતા જોવા મળ્યા. મોમિન સાકિબ જ્યારે ઈરફાનને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે પૂછ્યું ત્યારે ઈરફાને એવો જવાબ આપ્યો કે, આસપાસના બધા લોકો હસવા લાગ્યા.


 






મોમીને પૂછ્યું, 'રવિવારે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ વિશે તમારું શું માનવું છે?' આના પર ઈરફાન કહે છે, 'રીપીટ થશે', આના પર આસપાસના લોકો ખૂબ હસવા લાગ્યા હતા. ત્યાર બાદ મોમીને પૂછ્યૂ, 'શું ગયા વર્ષની વર્લ્ડ કપ મેચનું પુનરાવર્તન થશે?' આના પર ઈરફાન જવાબ આપ્યો, 'તે એક વાર થઈ ગયું યાર, વારંવાર બનવું મુશ્કેલ છે'. જે છોકરાઓનું નહોતું, તે હવે આવી ગયું છે. આના પર મોમીન કહ્યું, 'હું કહું છું કે બંને ટીમો ફાઈનલ રમશે તો મજા આવી જશે.' આ સાથે, આ નાની વાતચીત સમાપ્ત થાય છે.


 




મોમિન સાકિબ તે જ વ્યક્તિ છે જે 'ઓ ભઈ મુઝે મારો, મુઝે મારો' વાયરલ વીડિયોથી ફેમસ થયો હતો. મોમિન હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો શેર કરતો રહે છે. ખાસ કરીને પાકિસ્તાનની મેચને લઈને તેના વીડિયો ખુબ મજેદાર હોય છે. ગત ભારત-પાક મેચને લઈને પણ તેમણે એક મજેદાર વીડિયો શેર કર્યો હતો.


bભારત અને પાકિસ્તાનની મેચ એજ મેદાનમાં થશે જ્યાં પહેલી મેચ રમાઈ હતી. પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી દીધું હતું. આ મેચ ગમી રોમાચંક રહી હતી, છેલ્લી ઓવરમાં મેચનું પરિમામ આવ્યું હતું. આજની મેચ પણ આવી જ રોમાંચક રહેશે તેની દર્શકોને આશા છે.