આઇપીએલનો 'સિક્સર કિંગ' બન્યો ઇશાન કિશન, જાણો એક સિઝનમાં કેટલા છગ્ગા ફટકાર્યા ને કેટલા રૂપિયા મળ્યા ઇનામમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Nov 2020 11:36 AM (IST)
પહેલીવાર આઇપીએલની એક સિઝનમાં 500થી વધુ રન બનાવનારા ઇશાન કિશને 13મી સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. ઇશાને 14 મેચોમાં 30 છગ્ગા માર્યો અને સિઝનનો 'સિક્સર કિંગ' કિંગ બની ગયો
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં છગ્ગાઓનો વરસાદ થયો. વર્ષોથી સિક્સર કિંગ તરીકે ઓળખાતા ધોની અને મેક્સવેલ જેવા ખેલાડીઓ આ સિઝનમાં ફેઇલ રહ્યાં, જ્યારે ઇશાન કિશન, સંજુ સેમસન અને રાહુલ તેવાટિયાએ આ સિઝનમાં છગ્ગાઓ ફટકારીને સૌનુ દિલ જીતી લીધુ. પરંતુ ખાસ વાત છે કે આઇપીએલની 13મી સિઝનમાં યુવા બેટ્સમેન ઇશાન કિશન 'સિક્સર કિંગ' કિંગ બનીને ઉભર્યો, તેને આ સિઝનમાં સૌથી વધુ 30 છગ્ગા ફટકાર્યા. પહેલીવાર આઇપીએલની એક સિઝનમાં 500થી વધુ રન બનાવનારા ઇશાન કિશને 13મી સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. ઇશાને 14 મેચોમાં 30 છગ્ગા માર્યો અને સિઝનનો 'સિક્સર કિંગ' કિંગ બની ગયો, આ કારણે ઇશાન કિશનને 10 લાખ રૂપિયાની ઇનામી રકમ મળી છે. આ લિસ્ટમાં બીજા કેટલાય ખેલાડીઓ પણ સામેલ હતા, જેમાં રાજસ્થાન રૉયલ્સનો સંજુ સેમસન છે. સંજુએ 14 મેચોમાં 26 છગ્ગા ફટકાર્યા અને ટૂર્નામેન્ટમાં 375 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 13 મેચોમાં 25 છગ્ગા ફટકાર્યા, નિકોલસ પૂરને 13 મેચોમાં 25 છગ્ગા માર્યા અને ઇયોન મોર્ગને 14 મેચોમાં 24 છગ્ગા ફટકારી શક્યો છે.