જે મુંબઇ ઈન્ડિયન્સે આઠ બોલમાં બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો હતો. રોહિત શર્માએ મુંબઇ તરફથી કપ્તાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 51 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી શાનદાર 68 રન બનાવ્યા.
11મી ઓવરમાં મુંબઈની 90 રને બીજી વિકેટ પડી હતી. 19 રન પર સૂર્યકુમાર રન આઉટ થયો હતો. 11 ઓવરના પાંચમાં બોલ પર સૂર્યકુમારે ના પાડી હોવા છતાં રોહિત રન માટે દોડી નોનસ્ટ્રાઈક પર પહોંચી ગયો, રોહિતને બચાવવા માટે સૂર્યકુમાર ક્રિઝ બહાર નિકળી ગયો હતો અને રન આઉટ થયો હતો.
પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને 156 રન બનાવ્યા છે. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બોલ પર જ વિકેટ પડી હતી. ગત મેચમાં સારુ પ્રદર્શન કરનાર સ્ટોઈનિસ શૂન્ય રને આઉટ થયો હતો. બોલ્ટે મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્રીજી ઓવરમાં દિલ્હીની બીજી વિકેટ પડી હતી. રહાણે બોલ્ટની ઓવરમાં 2 રને આઉટ થયો હતો.
દિલ્હી વતિ સૌથી વધારે 618 રન બનાવનાર ધવન ફાઈનલમાં ફેઈલ રહ્યો હતો. જોકે અહીં રોહિત શર્માની કુનેહ પણ કામ આવી હતી. રોહિત શર્માએ તેની કેપ્ટન્સીની કુનેહ બતાવતા ફાઈનલમાં જ જયંત યાદવને રાહુલ ચાહરના સ્થાને લીધો હતો. રોહિત શર્માએ આ માટે કારણ આપ્યું હતું કે દિલ્હી પાસે માત્ર ડાબોડી બેટ્સમેન હોઈ તેણે આ નિર્ણય લીધો હતો. તેની રણનીતિ સાચી પડી. છેલ્લી કેટલીક મેચોમાં બે સતત સદી અને પ્રથમ ક્વોલીફાયરમાં 78 રન બનાવી દિલ્હી માટે મોટો સ્કોર કરવો જરૂરી હતો તેવા ધવનને આઉટ કરવાના ઈરાદાથી રોહિત શર્માએ યાદવને ઇનિંગની ચોથી ઓવરમાં જ બોલિંગ આપી હતી. ધવનને યાદવે અંગત 15 રને બોલ્ડ કર્યો હતો. જો કે તપી કેપ્ટન શ્રેયસ ઐયર અને વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે દિલ્હીની ઇનિંગને સ્થિરતા તો આપી પણ જે બોલરે સામે આક્રમક રમી શક્યા તેવા કૃણાલ પંડ્યા અને પોલાર્ડની સામે રનરેટ વધાર્યો હતો. બન્ને ટીમને 170 રનની આસપાસ લઈ જશે તેમ લાગતું હતું.