ENG vs NZ 1st Lord's Test: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લૉર્ડ્સ ટેસ્ટ (Lord's Test) શરૂ થતાંની સાથે જ ઇંગ્લેન્ડ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમમાં સામેલ એકમાત્ર સ્પિનર જેક લીચ (Jack Leach) ફિલ્ડિંગ દરમિયાન માથામાં બૉલ વાગવાથી ઢળી પડ્યો હતો અને ઇજા એટલી ગંભીર હતી હતી કે થોડીવાર માટે મેચ રોકવી પડી હતી, અને બાદમાં તેને આખી મેચ માટે બહાર થવુ પડ્યુ હતુ. તેની જગ્યાએ મેટ પાર્કિન્સન (Matt Parkinson)ને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. 


મેચની છઠ્ઠી ઓવરના બીજા બૉલ પર જેક લીચને ઇજા થઇ. ઇંગ્લિંશ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડના આ બૉલ પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવૉન કૉનવેએ એક શાનદાર શૉટ ફટકાર્યો. બૉલ સીધો ચાર રન માટે જઇ રહ્યો હતો. ત્યારે જેક લીચ વચ્ચમાં આવી ગયો અને તેના માથામાં બૉલ વાગ્યો. જેક લીચે ડાઇવ મારીને બાઉન્ડ્રીને રોકવા માટે પ્રયાસ કર્યો હતો, અને ચાર બચાવ્યા હતા. તે સમયે જ તેના માથામાં બૉલ વાગ્યો હતો. શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની મેડિકલ ટીમ તેની પાસે પહોંચી હતી અને બાદમાં ઇંગ્લિશ મેડિકલ ટીમે તેને મેદાન છોડવા માટે કહ્યું હતુ.  






ઇંગ્લિશ મેડિકલ ટીમને જ્યારે ખબર પડી કે ઇજા ગંભીર છે, અને કૉન્કશનના લક્ષણો છે તો ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ક્રિકેટના દિશાનિર્દેશો અનુસાર જેક લીચને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દીધો હતો. તેની જગ્યાએ બીજા ખેલાડી તરીકે મેટ પાર્કિન્સનને ટીમમાં જગ્યા આપવામાં આવી હતી. પાર્કિન્સનને સીધો માન્ચેસ્ટરમાંથી બોલાવવામાં આવ્યો. લંકાશાયર માટે રમી રહેલા પાર્કિન્સનને 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 126 વિકેટો ઝડપી છે. 


આ પણ વાંચો......... 


CORONA : રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા


IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી


અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો


જમ્મુ કાશ્મીરમા વધુ એક નિર્દોષ ગોળીએથી વિંધાયો, અમિત શાહની અધ્યક્ષતામાં બીજી બેઠક, ગૃહ મંત્રાલય લઇ શકે છે મોટો નિર્ણય