Sanjana Ganesan Trolls England Viral Video: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મંગળવારે રમાયેલી પહેલી વન ડે મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી ઈંગ્લિશ બેટ્સમેનને ઢેર કરી દીધા હતા. તો બીજી તરફ બુમરાહની પત્ની સંજના ગણેશન મેદાનની બહાર ઈંગ્લેન્ડ ટીમની મજા લઈ રહી હતી. ઈંગ્લેન્ડની ટીમની મજા લેતો સંજના ગણેશનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


સંજના આ વીડિયોમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનને શૂન્ય પર આઉટ થવા અંગે વાત કરી રહી હતી. જણાવી દઈએ કે, સંજનાના પતિ જસપ્રિત બુમરાહે આ મેચમાં 7.2 ઓવરમાં 19 રન આપીને કુલ 6 વિકેટ ઝડપી દમદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનથી બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.






વીડિયોમાં સંજનાએ કહ્યું, "ફુડ કોર્ટ (સ્ટોલ) આજે ઈંગ્લિશ ફેન્સથી ભરાઈ ગયું છે, કારણ કે, તેઓ ક્રિકેટ નથી જોઈ રહ્યા. ઘણા બધા સ્ટોર છે અહિંયા, પરંતુ અમે એક કહાની લઈને આવ્યા છીએ કે ઘણા અંગ્રેજી બેટ્સમેન આ ફુડ સ્ટોર પર આવવા નહી ઈચ્છે. કારણ કે, આ 'ક્રિસ્પી ડક' (ફુડ આઈટમ) છે. અમને એક 'ડક રૈપ' મળ્યું છે, કારણ કે અમે જોવા (ટેસ્ટ) માંગીએ છીએ કે, મેદાનની બહારનો ડક કેવો છે, કારણ કે, મેદાનમાં તો ડક ખુબ શાનદાર છે." સંજના અહીં ફુડ આઈટમ 'ડક રેપ' અને બુમરાહના બોલ પર 'ગોલ્ડ ડક' 0 રન પર આઉટ થઈ રહેલા ઈંગ્લીશ બેટ્સમેન વિશે વાત કરીને તેમને ટ્રોલ કરી રહી હતી.