Indian Squad For Ireland Tour: આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે આ સિવાય રિંકુ સિંહ સહિત ઘણા નવા ચહેરાઓને ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યા છે. રિંકુ સિંહ, તિલક વર્મા અને જીતેશ શર્મા જેવા યુવા ખેલાડીઓ આયર્લેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે. ઋતુરાજ ગાયકવાડ જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની આ ટીમના વાઇસ કેપ્ટન હશે.


IPL 2023ની સિઝનમાં રિંકુ સિંહ, તિલક વર્મા અને જીતેશ શર્મા જેવા યુવા ખેલાડીઓએ ખૂબ પ્રભાવિત કર્યા હતા. હવે આ ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. રિંકુ સિંહે 5 બોલમાં સતત 5 સિક્સર ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને યાદગાર જીત અપાવી હતી. જ્યારે તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. આ સિવાય પંજાબ કિંગ્સ માટે જીતેશ શર્માએ શાનદાર રમત રમી હતી. ખાસ કરીને જીતેશ શર્માએ પોતાની મોટી હિટિંગ ક્ષમતાથી એક અલગ ઓળખ બનાવી હતી.


શું છે ભારત-આયર્લેન્ડ શ્રેણીનું શેડ્યૂલ?


ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 3 T20 મેચોની શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટના રોજ ડબલિનમાં રમાશે. જ્યારે શ્રેણીની બીજી T20 20 ઓગસ્ટે રમાશે.  આ શ્રેણીની છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. વાસ્તવમાં, પહેલા એવું માનવામાં આવતું હતું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે, પરંતુ જસપ્રિત બુમરાહ આ શ્રેણીમાં કેપ્ટન તરીકે જોવા મળશે. 


મોટા ખેલાડીઓ આ સીરીઝમાં નહી જોવા મળે


રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિંદ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, સિરાજ એવા મોટા ખેલાડીઓ છે જેઓ આ  સીરીઝમાં રમતા જોવા મળશે નહીં.


 


કેએલ રાહુલ વાપસી નહી 


જો કે આ શ્રેણીમાં બે ખેલાડીઓ પરત ફર્યા નથી. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસી પર પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. આ બંને ખેલાડીઓ એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે કે કેમ તે અંગે હાલમાં બીસીસીઆઈ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.


ટીમ ઈન્ડિયા:   જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, જીતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ  ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.