T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ ખિતાબ વિજય બાદ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતની જીતનો શ્રેય કેપ્ટન રોહિત શર્મા તેમજ સમગ્ર ટીમને જાય છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે પ્રતિક્રિયા આપી છે. જય શાહે ટીમ ઈન્ડિયાની ખિતાબ જીતનો શ્રેય મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને આપ્યો હતો. આ ત્રણેય ખેલાડીઓએ હવે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
વાસ્તવમાં BCCIએ જય શાહનો એક વીડિયો શેર કર્યો છે. તેણે આમાં કહ્યું કે, “ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત માટે અભિનંદન. હું આ જીત કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને સમર્પિત કરવા માંગુ છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી ત્રીજી ફાઈનલ હતી. મેં રાજકોટમાં કહ્યું હતું કે જૂન 2024માં પણ દિલ જીતી લેવામાં આવશે. અમે દિલ જીતીશું, કપ જીતીશું અને ભારતનો ધ્વજ લગાવીશું અને અમારા કેપ્ટને ધ્વજ લગાવ્યો છે.
ભારતની જીતમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમ ઈન્ડિયા સાથેનો તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. માત્ર T20 વર્લ્ડ કપ સુધી જ જોડાયેલો હતો. દ્રવિડ સતત બે ટર્મ માટે મુખ્ય કોચ હતો. જ્યારે રોહિત, કોહલી અને જાડેજાએ T20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે ટીમ ઈન્ડિયાની જવાબદારી યુવા ખેલાડીઓ પર રહેશે. અત્યારે હાલમાં ચાલી રહેલ 20 ફોર્મેટમાં શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે પરંતુ તે માત્ર આ સીરિઝ પુરતો જ છે.
આપને જણાવી દઈએ કે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ પ્રવાસમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે અભિષેક શર્મા, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર અને રિંકુ સિંહ જેવા યુવા ખેલાડીઓને તક આપી છે. પરંતુ ગઇકાલની મેચ દરમિયાન આ તમામ ખેલાલીઓનું બેટ શાંત રહ્યું હતું માત્ર શુભમન ગિલ અને વોશિંગટન સુંદર નું બેટ ચાલ્યું પરિણામે અન્ય ખેલાળીઓનો સાથ ના મળતા પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.