Jaydev Unadkat Bengal vs Saurashtra: રણજી ટ્રૉફી 2022-2023 ની ફાઇનલ મેચ 16 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થઇ છે. આ વખતે રણજી ટ્રૉફીની ફાઇનલ મેચમાં બંગાળ અને સૌરાષ્ટ્રની ટીમો આમને સામને છે. આ મેચના પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે એક ખાસ નવો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. ખરેખરમાં, જયદેવ ઉનડકટ રણજી ટ્રૉફીમાં પોતાની ટીમ સૌરાષ્ટ્ર માટે 300 વિકેટો લેનારો પહેલા ખેલાડી બની ગયો છે. 


ખરેખરમાં, જયદેવ ઉનડકટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી 4 મેચોની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય સ્ક્વૉડનો ભાગ હતો, પરંતુ તેને રણજી ટ્રૉફીની ફાઇનલ મેચ રમવા માટે મોકલી દેવામાં આવ્યો છે. તેની ટીમ સૌરાષ્ટ્ર આ વખતે ફાઇનલ સુધી પહોંચી છે. જ્યાં તેમનો સામનો બંગાળ સામે કોલકત્તાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં થઇ રહ્યો છે.  


જયદેવ ઉનડકટે પહેલી ઓવરમાં લીધી વિકેટ - 
આ મેચમાં જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રની કેપ્ટનશીપ કરી રહ્યો છે, તેને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો. પોતાના આ ફેંસલાને જયદેવ ઉનડકટ ખુદ પોતાની પહેલી ઓવરમાં જ વિકેટ લઇને યોગ્ય સાબિત કરી દીધો. માત્ર બે રનના સ્કૉર પર બંગાળના 3 બેટ્સમેનો પેવેલિયન મોકલી દીધા, તે પછી બંગાળની આખી ટીમ માત્ર 174 રનો પર જ ઓલઆઉટ થઇ ગઇ. 


આ ઇનિંગમાં જયદેવ ઉનડકટે 13.1 ઓવરમાં 44 રન આપીને 3 વિકેટો હાંસલ કરી અને આની સાથે જ તે સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રૉફીના ઇતિહાસમાં 300 વિેકેટો લેનારો પહેલો બૉલર બની ગયો. ડાબોડી આ ફાસ્ટ બૉલરે રણજી ટ્રૉફીમાં પોતાનુ ડેબ્યૂ 2010માં કર્યુ હતુ, અને પોતાની 77મી મેચમાં બંગાળના મુકેશ કુમારને આઉટ કરીને તેને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. 


 


Jaydev Unadkat Released:  દિલ્હી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નહી હોય જયદેવ ઉનડકટ, જાણો BCCI એ કેમ રિલીઝ કર્યો


Jaydev Unadkat IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાશે. 17 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ જયદેવ ઉનડકટને બહાર કરી દીધો છે. જયદેવ નાગપુરમાં રમાયેલી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો અને હવે તેને આ મેચમાં પણ રમવાની તક મળશે નહીં. જયદેવ સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમશે. સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રે કર્ણાટકને 4 વિકેટે હરાવ્યું હતું.