પર્થ સ્કૉચર્સ અને એડિલેડ સ્ટ્રાઇકર્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં ઇનિંગની 16 ઓવરમાં એક રોચક ઘટના ઘટી, 47 બૉલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવી ચૂકેલા જેક વેધરલ્ડે શૉટ ફટકારીને એક રન લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા ઝાય રિચર્ડસને થ્રૉ ફેંક્યો અને બેટ્સમેન આઉટ થઇ ગયો હતો.
ખાસ વાત છે કે, બાઉન્ડ્રી પરથી ઝાય રિચર્ડસને બૉલિંગ કરતી એક્શનમાં થ્રૉ ફેંક્યો હતો. તે સીધો વિકેટકીપરના હાથમાં આવી ગયો અને વિકેટકીપરે બેટ્સમેનને રન આઉટ કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, પર્થના કેપ્ટને ટૉસ જીતીને પહેલા બૉલિંગ લીધી, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી એડિલેડની ટીમે 198 રનનો પહાડ જેવો સ્કૉર ઉભો કરી દીધો, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પર્થની ટીમ માત્ર 183 રન જ બનાવી શકી હતી, અને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.