Jimmy Neesham Catch Video: એસ20 (SA20) લીગમાં  પ્રિટોરિયા કેપિટલ્સ અને ડરબન સુપર જાયન્ટ્સ વચ્ચે ટૂર્નામેન્ટની 28મી મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રિટોરિયા કેપિટલ્સના ખેલાડી જિમી નીશમે શાનદાર કેચ પકડીને બધાને ચોંકાવી દીધા હતા. આ કેચ પકડવા માટે નીશમે હવામાં લાંબી છલાંગ લગાવી હતી. નીશમનો આ કેચ ખૂબ જ જોરદાર હતો.  તેનો વીડિયો S20ના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. આ મેચમાં ડરબન સુપર જાયન્ટ્સે 151 રનથી મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ક્વિન્ટન ડી કોકની ડરબન સુપર જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા.






જિમી નીશમે હવામાં છલાંગ મારી આ રીતે પકડ્યો કેચ


આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે  જિમી નીશમે આ કેચ પકડવા માટે લાંબી છલાંગ લગાવી હતી. તેણે આ કેચ જોશુઆ લિટલની ઓવરમાં પકડ્યો હતો. લિટલ તેની 14મી અને પ્રથમ ઇનિંગની ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો. આ તેની ઓવરનો છેલ્લો બોલ હતો. લિટલ આ ઓવરમાં પહેલાથી જ ખૂબ જ મોંઘો સાબિત થયો હતો. તેણે તેના છેલ્લા પાંચ બોલમાં 19 રન આપ્યા હતા. તેણે છેલ્લો બોલ ક્રિઝ પર બેટ્સમેન વિયાન મુલ્ડર તરફ ફેંક્યો. મુલ્ડર આ બોલને ઓફ સાઈડ તરફ રમવા માંગતો હતો, પરંતુ ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા જિમી નીશમે બોલને તેની આગળ જવા ન દીધો અને તેને કેચ કરી લીધો.


શેર કરેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નીશમે આ કેચ માટે પહેલા કૂદકો માર્યો હતો અને પછી એક હાથે તેને પકડ્યો હતો. કેચ લીધા બાદ તે જમીન પર પડી ગયો હતો. આ કેચ દ્વારા વિયાન મુલ્ડરની ઈનિંગ 9 રન પર સમાપ્ત થઈ ગઈ.


ડરબન સુપર જાયન્ટ્સે મોટી જીત નોંધાવી


આ મેચમાં ડરબન સુપર જાયન્ટ્સે 151 રનથી મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ક્વિન્ટન ડી કોકની ડરબન સુપર જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. જેમાં વિકેટ કીપર બેટ્સમેન હેનરિક ક્લાસને 44 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 104 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. રનનો પીછો કરતા પ્રિટોરિયા કેપિટલ્સ 13.5 ઓવરમાં માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.