નવી દિલ્હીઃ હાલ ક્રિકેટની દુનિયામાં ભારતીય ટીમની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે. દેશના ક્રિકેટરોની સાથે સાથે વિદેશી ક્રિકેટરો પણ ભારતીય ક્રિકેટરોની પ્રસંશા કરી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ પણ જોડાઇ ગયો છે. અકમલે એક ટ્વીટમાં જસપ્રીત બુમરાહને દુનિયાનો સૌથી બેસ્ટ બૉલર ગણાવ્યો છે.

ખરેખરમાં, પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલને જ્યારે ટ્વીટર પર એક ક્રિકેટ ફેન્સે પુછ્યુ કે, હાલનો સૌથી બેસ્ટ બૉલર કોણ? તો સવાલનો જવાબ કામરાને ટ્વીટ કરીને આપ્યો હતો. અકમલે હાલના સર્વશ્રેષ્ઠ બૉલર તરીકે ટીમ ઇન્ડિયાના જસપ્રીત બુમરાહ અને ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કને ગણાવ્યા હતા. આથી કહી શકાય કે કામરાન બુમરાહથી પ્રભાવિત થયો છે. અકમલનુ આ ટ્વીટ પર વાયરલ થઇ રહ્યું છે.

નોંધનીય છે કે, કામરાન અકમલે પાકિસ્તાન તરફથી અત્યાર સુધી 53 ટેસ્ટ મેચમાં 2648 રન, 157 વનડેમાં 3236 રન અને ટી20 ક્રિકેટમાં 58 મેચમાં 19.63ની સ્ટ્રાઇક રેટથી 987 રન બનાવ્યા છે. જોકે હાલ તેની પાકિસ્તાની ટીમમાં વાપસી થઇ શકી નથી.



નોંધનીય છે કે, ભારતીય સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહ હાલ આઇસીસી વનડે રેન્કિંગમાં નંબર-1 બૉલર છે. બુમરાહે ભારત તરફથી અત્યાર સુધી 12 ટેસ્ટમાં 62, 61 વનડે મેચોમાં 104 અને 50 ટી20 મેચોમાં 59 વિકેટ ઝડપી છે.