1983 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર કપિલ દેવ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં કપિલ દેવે વિવધ મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં કપિલ દેવને પુછવામાં આવ્યું હતું કે, શું ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સાથે મેચ રમવી જોઈએ કે નહી ? આ પ્રશ્નના જવાબમાં કપિલ દેવે પોતાના વિચાર રજુ કર્યા હતા.
પાકિસ્તાન સાથે મેચ રમવી કે નહી?
કપિલ દેવે પાકિસ્તાન સાથે મેચના આયોજન અંગે વાત કરતાં કહ્યું કે, દરેક ક્રિકેટર પાકિસ્તાન સામે મેચ રમવા ઈચ્છતો હોય છે. ક્રિકેટરને મેચ રમાવા સાથે લેવા-દેવા હોઈ શકે છે પણ પાકિસ્તાન સાથે મેચ રમવા અંગેનો નિર્ણય અન્ય કોઈ વ્યક્તિ ના લઈ શકે. પાકિસ્તાન સાથે મેચનું આયોજન કરવું એનો નિર્ણય ભારત સરકારે કરવો જોઈએ. ભારત સરકાર જે પણ વલણ લે તેને દેશના તમામ લોકોએ સ્વિકારવું જોઈએ અને ટેકો આપવો જોઈએ.
કપિલ દેવ કર્ણાવતી યુનિ.ના બ્રાન્ડ એમ્બેસેડરઃ
ગાંધીનગરના ઉવારસદમાં આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર કપિલ દેવ બન્યા છે જેને લઈને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે કપિલ દેવ કર્ણાવતી યુનિવર્સિટીના ગવર્નિંગ બોર્ડના સભ્ય પણ બન્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં આ અંગે ઓપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
મુંબઈ ઈંડિયન્સની સતત 6 મેચોમાં હાર બાદ શું રોહિત શર્મા કેપ્ટનશીપ છોડશે?
રોહિત શર્મા આ સીઝનમાં ઓપનિંગ કરવા માટે આવે છે. રોહિતને સારી શરુઆત પણ મળી રહી છે, પરંતુ ટીમ જંગી સ્કોર નથી બનાવી રહી. આ જ કારણ છે કે, મુંબઈને મિડલ ઓર્ડર બેટ્સમેન પર નિર્ભર રહેવું પડે છે. અત્યાર સુધીની 6 મેચમાં કેપ્ટન રોહિતે 114 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 19 રનની જ રહી છે. બેટિંગ ફોર્મ અંગે જ્યારે રોહિતને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો ત્યારે રોહિતે કહ્યું કે, જો મને સમજમાં આવે કે ક્યાં ભૂલ થઈ રહી છે તો તેને ઠીક જરુરથી કરત. પરંતુ એવું નથી. હાલ સ્પષ્ટ નથી થઈ રહ્યું. હું ટીમની સંપુર્ણ જવાબદારી લઉં છું. કેમ કે ટીમની જે આશાઓ છે તે હું પુરી નથી કરી શકતો.
રિકી પોંટિંગે છોડી હતી કેપ્ટનશીપઃ
મુંબઈ ઈંડિયન્સ સાથે આવું પહેલી વખત નથી થઈ રહ્યું જ્યારે તેમનો કેપ્ટન ખરાબ ફોર્મમાં હોય. વર્ષ 2013ની આઈપીએલ સીઝનમાં મુંબઈ ઈંડિયન્સે રિકી પોંટિંગને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ જ્યારે ટુર્નામેન્ટ શરુ થઈ ત્યારે તે ખુબ જ ખરાબ ફોર્મમાં હતો. એ સીઝનની શરુઆતની 6 મેચોમાં પોંટિંગે ફક્ત 52 રન બનાવ્યા હતા. આ સમયે પોંટિંગે મોટો નિર્ણય લીધો હતો અને ટીમની બહાર નિકળી ગયો હતો. રિકી પોંટિંગે એ સમયે રોહિત શર્માને કેપ્ટન બનાવવા માટેની સલાહ આપી હતી અને પોતે ટીમના મેંટર તરીકે ટીમમાં જોડાયેલ રહ્યો હતો