એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે શુક્રવારે શ્રીલંકામાં એશિયા કપ 2022ના આયોજનને લઈને મોટું નિવેદન આપ્યું છે. જય શાહે કહ્યું કે, એશિયા કપનું આયોજન શ્રીલંકામાં થશે કે નહીં તે આઈપીએલના અંતિમ દિવસે નક્કી કરવામાં આવશે. હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સમયે શ્રીલંકાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એશિયા કપ 2022નું આયોજન 27 ઓગસ્ટથી શ્રીલંકામાં થવાનું હતું, પરંતુ દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.


કોરોના મહામારીએ શરૂઆતથી જ શ્રીલંકામાં મોટી સંખ્યામાં લોકોને અસર કરી છે. હાલ શ્રીલંકા ખોરાક અને ઇંધણની અછત સાથે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લાખો લોકો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશમાં ઈમરજન્સીની સ્થિતિ છે. 


જય શાહે આ વિશે જણાવ્યું હતું કે, "મેં શ્રીલંકા ક્રિકેટના અધિકારીઓ સાથે દેશની સ્થિતિ અને તેની ક્રિકેટ પરની અસર અંગે વિગતવાર ચર્ચા કરી હતી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ એશિયા કપના સુરક્ષિત અને સફળ આયોજન માટે આશા રાખી રહ્યા છે. બોર્ડના પદાધિકારીઓની મેજબાની આઈપીએલ 2022માં કરવામાં આવશે. IPLની ફાઇનલ 29 મેના રોજ રમાશે અને અમે ત્યારે એશિયા કપના આયોજનની પરિસ્થિતિનું વધુ મૂલ્યાંકન કરીશું."


આ પણ વાંચોઃ


IPLમાં કોરોનાની એન્ટ્રીઃ દિલ્લી કેપિટલ્સના આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જાણો હવે શું....


IPL 2022 TV Rating: બીજા અઠવાડિયામાં પણ IPLના TV દર્શકોમાં ઘટાડો, જાણો રેટિંગના ઘટાડાનું કારણ


IPL 2022: CSKનો બોલર દીપક ચાહર સમગ્ર સિઝનમાંથી આઉટ, જાણો તેને હરાજીના 14 કરોડમાંથી કેટલા મળશે


IPL 2022: SRHના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે KKRના કેપ્ટન શ્રેયસ અય્યરને આઉટ કરતાં ડેલ સ્ટેન ખુશ, જુઓ વીડિયો