લારની જગ્યાએ વેક્સનો ઉપયોગ કરી શકાય છે - રોચ
આ જ ક્રમમાં રોચે પણ રમતમાં બેટ્સમેન અને બોલરોની વચ્ચે સંતુલન જાળવવા માટે અનેક પ્રકારના સૂચનો કર્યા છે. તેણે કહ્યું કે, મારા સૂચનોનો લાગુ કરવામાં કેટલીક મુશ્કેલી આવશે, પરંતુ રમતમાં સંતુલન માટે આ જરૂરી છે. હું બાળપણથી જ બોલ પર લારનો ઉપયોગ કરતો આવ્યો છું. પરંતુ હવે લારની જગ્યાએ વેક્સનો ઉપયોગ કરી શકાય છે.
રોચને આગળ કહ્યું કે, મારું માનવું છે કે, લારના પ્રતિબંધને કારણે ક્રિકેટમાં બેટ્સમેનોનો દબદબો વધી જશે. એવામાં બોલરો માટે કંઈ નહીં બચે. માટે રમતમાં સંતુલન જાળવી રાખવા માટે લારની જગ્યાએ કોઈ અન્ય પદાર્થના ઉપયોગ પર વિચાર કરી શકાય.
વિન્ડિઝ માટે 56 ટેસ્ટ રમી ચૂક્યો છે રોચ
નોંધનીય છે કે, ફાસ્ટ બોલર કેમાર રોચ વિન્ડિઝની ટેસ્ટ ટીમનો રેગ્યુલર ખેલાડી છે. આ ફોર્મેટમાં રોચે 193 વિકેટ લીધી છે. જ્યારે 56 આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં રોચના નામે 124 વિકેટ પણ છે.