Ross Taylor T20 Comeback New Zealand: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રૉસ ટેલર ફરી એકવાર મેદાન પર વાપસી કરી શકે છે. તેને વર્ષની શરૂઆતમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી હતી, પરંતુ હવે તેને મેદાન પર વાપસીને કરવાના સંકેતો આપી દીધા છે. રૉસ ટેલર ટી20માં ખેલાડી કે કૉચ તરીકે વાપસી કરી શકે છે.
રૉસ ટેલર બ્લેક કેપ્સ ટીમનો એક એવો ખેલાડી છે જેને ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ભારતને હરાવ્યુ હતુ. આ અઠવાડિયાની શરૂઆતમાં તેને ન્યૂઝીલેન્ડ ઓ્ડર ઓફ મેરિટ (સીએનજેડએમ) ની સાથે ક્વિન્સ બર્થડે સન્માનથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ શુક્રવારે જ્યારે રૉસ ટેલરને પુછવામાં આવ્યુ કે તે કૉચિંગની ભૂમિકા માટે તૈયાર છે, તો તેને સ્પષ્ટ રીતે ના પાડી દીધી હતી.
રૉસ ટેલરે જવાબમાં કહ્યું કે મને કૉચિંગ કરતા રમવાની ખુબ મજા આવે છે, જો મને કૉચિંગની જગ્યાએ રમવાનુ કહેવામાં આવશે તો હું હા પાડી દઇશ. હું જરૂર પડે તો રમવા માટે પણ તૈયાર છું. રૉસ ટેલર હાલમાં માઓરી ક્રિકેટમાં સામેલ છે, અને ક્રિકેટના મદેાન પર વાપસી માટે ટી20 લીગકમાં રમવાની શોધ કરી રહ્યો છે. હુ સમર સિઝનમાં સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ્સ સાથે રમવા માટે ઉત્સુક છું. કેટલીક ટૂર્નામેન્ટ છે જેને રમવા માટે મે સાઇન કરી છે, મને હજુ પણ રમવાનુ પસંદ છે. આના પરથી રૉસ ટેલરનુ કહેવુ સ્પષ્ટ થાય છે કે તે હજુ પણ ક્રિકેટના ટી20 ફોર્મેટમાં વાપસી કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો......
અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત
Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?
Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ