Dang : ગુજરાતમાં ચોમાસા (Rain in Gujarat)નું વિધિવત આગમન થયું છે. મેઘરાજાની સવારી ડાંગ જિલ્લામાં આવી પહોંચી છે. હવામાન વિભાગે આપેલ તારીખ મુજબ 10 તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ડાંગમાં ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. આ સાથે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા તળેટીના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 


અમરેલી શહેર અને જિલ્લામાં પડ્યો વરસાદ 
આજે 10 જૂને અમરેલી શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમરેલી શહેર તેમજ વડેરા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડયા. વરસાદ ને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે. કુંકાવાવ અમરેલી વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. અમરાપુર,મોટા આંકડીયામાં વરસાદી માહોલ છવાયો હતો. મોટા આકડીયામાં ધોધમાર વરસાદ પડ્યો. અહીં ભારે પવન અને મોટા છાંટા સાથે વરસાદ પડ્યો. આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલી થતા લાઈટો ચાલુ રાખવી પડી. 


અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. લાઠીના કેરાળા અને દુઘાળા ગામમાં  પવન સાથે વરસાદ પડ્યો. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ.વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ. 


અમરેલીના બાબરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો અને  ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો. બાબરામાં સવારથી ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે બોપર બાદ વરસાદનું  આગમન થયું. કડાકા  ભડાકા સાથે વરસાદનું  આગમન થતા લોકોએ ગરમીથી રાહત મેળવી.


મોરબીમાં પણ પડ્યો વરસાદ 
મોરબીના વાંકાનેર શહેરમાં વરસાદી ઝાપટું  પડ્યું. વાંકાનેર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મોરબી હાઈવે, પુલ દરવાજા, સ્ટેચ્યુ ચોક, પ્રતાપચોક, રેલ્વે સ્ટેશન રોડ, મિલ પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વરસાદી ઝાપટાથી વાંકાનેર શહેરમાં ઠંકડ પ્રસરી ગઈ. 


રાજકોટમાં પણ વરસાદ 
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પણ વરસાદ પડ્યો. ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો.