નવી દિલ્હીઃ સોમવારે ન્યૂઝીલેન્ડ કોરોના વાયરસથી પુરેપુરુ મુક્ત થઇ ગયુ છે. સ્વાસ્થ્ય વિભાગના મહાનિર્દેશકે જણાવ્યુ કે સોમવારે ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો છેલ્લો દર્દી ઠીક થઇ ગયો છે, અને હવે અહીં કૉવિડ-19નો એક પણ એક્ટિવ કેસ નથી. આ બાદ ઓલરાઉન્ડર જેમ્સ નિશામે ટ્વીટ કરી લોકોને અભિનંદન પાઠવ્યા છે.

ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે હાલમાં દેશમાં આ મહામારીનો એક પણ એક્ટિવ કેસ નથી. સ્વાસ્થ્ય વિભાગે મહાનિર્દેશક ડૉ. અશલે બલૂમફિલ્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે છેલ્લા 17 દિવસથી આજ સુધી દેશમાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. આ નિશ્ચિતપણે અમારા માટે સારી વાત છે. જોકે, આ કોરોના મહામારી સામે નિરંતર સતર્ક રહેવાની આવશ્યકતા છે, અને આગળ પણ વધુ સતર્ક રહેવાની જરૂર છે.

જેમ્સ નિશામે આપ્યા અભિનંદન.....
આ માહિતી બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી જેમ્સ નિશામ ટ્વીટ કરતા લખ્યું- કોરોના વાયરસ ફ્રી ન્યૂઝીલેન્ડ... તમામને ધન્યવાદ... એકવાર ફરીથી મહાન કીવી વિશેષતાઓના કારણે- યોજના. દ્રઢ સંકલ્પ અને ટીમ વર્ક કામ કરે છે.



નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસે માત્ર 1500 લોકોને જ પોતાની ઝપેટમાં લીધા હતા. આમાંથી 22 લોકોના મોત થઇ ગયા હતા અને બાકીના ઠીક થઇને ઘરે પહોંચ્યા હતા. 28 ફેબ્રુઆરીએ અહીં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.