નવી દિલ્હી: કોલકાતા નાઈટ રાઈડર્સનો (KKR) વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ  (Corona Postive)આવ્યો છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા  (Prasidh Krishna)કોરોના સંક્રમિત થયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કોરોના સંક્રમિત થનારા આ ચોથો ખેલાડી છે. આ પહેલા  ન્યૂઝીલેન્ડનો વિકેટ કીપર બેટ્સમેન ટિમ સેઈફર્ટ, વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કૃષ્ણા કોરોના પોઝિટિવ આવ્યાની સૂત્રોએ પુષ્ટી કરી હતી.

  



પ્રસિદ્ધ કૃષ્ણાને ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમમાં સ્ટેન્ડબાયના રૂપે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે ટિમ  સેઈફર્ટને અત્યારે અમદાવાદના આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તે હવે ન્યૂઝીલેન્ડના અન્ય ક્રિકેટરો સાથે પોતાના વતન પરત ફરી શકશે નહીં. આઈપીએલ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 11 ખેલાડી અને 3 આસિસ્ટન્ટ કોચ સંક્રમિત થઈ ચૂક્યા છે.



શુક્રવારો કૃષ્ણાને WTCની ફાઈનલ અને ઈંગ્લેન્ડ ટૂર માટે પસંદ કરાયો હતો. જેમાં એને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યો હતો. 25 મેના રોજ તે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે ક્વોરન્ટીન થવાના છે. પરંતુ હવે તેઓને ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.



ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ માટે 2 જૂને બ્રિટન માટે રવાના થશે. તે પહેલા ટીમ 25 મે થી 8 દિવસ માટે બાયો બબલમાં રહેશે. જ્યારે બ્રિટન પહોંચ્યા બાદ 10 દિવસ ક્વોરન્ટાઈન રહેશે. 


 


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 જૂન એ સાઉથ્મપ્ટનમાં રમાનાર છે. ભારતીય પસંદગીકારાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમનારા ખેલાડીઓની સાથે સાથે, ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ ને લઇને પણ ટીમની પસંદગી કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 22 જૂને ખતમ થશે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડમાં રહીને પ્રેકટીશ મેચ રમશે. ભારત ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ મેચની સિરીઝ 4 ઓગષ્ટ થી શરુ થશે.


ભારતીય ટીમ: વિરોટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), આર અશ્વીન, રવીંદ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ