KKR vs SRH, IPL 2023: કોલકાતાએ હૈદરાબાદને 5 રને હરાવ્યું, KKRના બોલરોએ કરી કમાલ

KKR vs SRH, IPL 2023 Live: અહીં તમને સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 04 May 2023 11:30 PM
હારેલી બાજી જીત્યું કોલકાતા

સનરાઇઝર્સ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી IPL 2023 ની 47મી મેચમાં, કોલકાતા નાઇટ રાઇડર્સે હારી ગયેલી બાજી જીતી લીધી. હૈદરાબાદને અંતિમ 30 બોલમાં માત્ર 38 રન બનાવવાના હતા અને એઇડન માર્કરામ અને અબ્દુલ સમદ ક્રિઝ પર હતા. તેમ છતાં હૈદરાબાદની ટીમ મેચ જીતી શકી નહોતી.

હૈદરાબાદનો સ્કોર 9 ઓવર પછી 69 રન

સનરાઇઝર્સ હૈદરાબાદે 9 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા છે. કેપ્ટન એડન માર્કરામ 8 અને હેનરિક ક્લાસેન 7 રન બનાવીને રમી રહ્યા છે. હૈદરાબાદને હવે જીતવા માટે 66 બોલમાં 103 રનની જરૂર છે.

રાહુલ ત્રિપાઠી 20 રન બનાવીને આઉટ

સનરાઇઝર્સ હૈદરાબાદને 53 રનના સ્કોર પર ત્રીજો ફટકો રાહુલ ત્રિપાઠીના રૂપમાં લાગ્યો હતો, જે 9 બોલમાં 20 રનની ઇનિંગ રમીને આન્દ્રે રસેલનો શિકાર બન્યો હતો. હવે હેરી બ્રુક એઈડન માર્કરામને સપોર્ટ કરવા મેદાનમાં આવ્યો છે.

બે ઓવર પછી સ્કોર 22

સનરાઈઝર્સ હૈદરાબાદે 2 ઓવર પછી કોઈ પણ નુકશાન વિના 22 રન બનાવ્યા. વૈભવ અરોરાએ બીજી ઓવર કરી. આ ઓવરમાં 13 રન આવ્યા હતા. અભિષેક શર્મા 12 અને મયંક અગ્રવાલ 6 રને રમી રહ્યા છે.

કોલકાતાએ હૈદરાબાદને આપ્યો 172 રનનો ટાર્ગેટ

કોલકાતાએ હૈદરાબાદને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે.  જેમાં સૌથી વધુ રિંકુ સિંહે  અને નીતિશ રાણાએ બનાવ્યા હતા. રિંકુ સિંહે 46 અને નીતિશ રાણાએ 42 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી નટરાજન અને માર્ક જેન્સને બે-બે વિકેટ લીધી હતી.

આન્દ્રે રસેલ આઉટ

કોલકાતા નાઈટ રાઈડર્સની પાંચમી વિકેટ 15મી ઓવરમાં 127ના સ્કોર પર પડી હતી. રસેલ 15 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. રસેલને માર્કંડેએ આઉટ કર્યો હતો. હવે સુનીલ નારાયણ બેટિંગ માટે આવ્યો છે. તે જ સમયે, રિંકુ સિંહ 21 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે.

10મી ઓવરમાં 17 રન આવ્યા

10મી ઓવરમાં કુલ 17 રન આવ્યા હતા. કાર્તિક ત્યાગીની આ ઓવરમાં નીતિશ રાણાએ બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. 10 ઓવર પછી KKRનો સ્કોર 3 વિકેટે 90 રન છે.

7 ઓવર પછી 3 વિકેટે 54 રન

7 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 3 વિકેટે 54 રન થઈ ગયો છે. કેપ્ટન નીતિશ રાણા 15 અને રિંકુ સિંહ 8 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

બીજી ઓવરમાં બે વિકેટ પડી

માર્કો જેન્સને બીજી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. જાનસેને પહેલા રહેમાનુલ્લા ગુરબાઝને આઉટ કર્યો અને પછી વેંકટેશ અય્યરને પેવેલિયન મોકલી દીધો. ગુરબાઝ ખાતું ખોલાવી શક્યો ન હતો, જ્યારે અય્યર સાત રન બનાવીને આઉટ થયો હતો.

રહેમાનુલ્લા ગુરબાઝ આઉટ

કોલકાતા નાઈટ રાઈડર્સને બીજી ઓવરના પહેલા બોલ પર પહેલો ફટકો લાગ્યો હતો. રહેમાનુલ્લા ગુરબાઝ શૂન્ય પર આઉટ થયો હતો. રહેમાનુલ્લા ગુરબાઝને માર્કો જાન્સેનએ આઉટ કર્યો હતો. હવે વેંકટેશ ઐયર અને જેસન રોય ક્રિઝ પર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ-11

 નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દૂલ ઠાકુર, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11

એડન માર્કરામ(કેપ્ટન), મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, અબ્દુલ સમદ, માર્કો જેન્સન, મયંક માર્કન્ડે, ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી અને ટી. નટરાજન.

કેકેઆરએ ટોસ જીત્યો

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ બોલિંગ કરશે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023, Match 47, KKR vs SRH:  સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આજે IPL 2023માં ટકરાશે. અત્યાર સુધી આ સિઝન બંને ટીમો માટે દુઃસ્વપ્ન સમાન રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 8માં સ્થાને છે.


આ સિઝનમાં બંને ટીમો વચ્ચેનો આ બીજો મુકાબલો છે. અગાઉ, જ્યારે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે હેરી બ્રૂકની શાનદાર સદીની ઈનિંગ્સને કારણે 23 રનથી શાનદાર જીત નોંધાવી હતી. કોલકાતાની ટીમ ચોક્કસપણે આ મેચમાં આ હારનો બદલો લેવા માંગશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.