નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ક્રિસ ગ્રીનને કોલકત્તા નાઇટ રાઇડર્સે ઇન્ડિયન પ્રિમિયર લીગ માટે ખરીદ્યો હતો પરંતુ તેને બિગ બેશ લીગમાં સંદિગ્ધ એક્શનના કારણે ત્રણ મહિના માટે બોલિંગ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. ક્રિસ ગ્રીનનું આઇપીએલમાં રમવાનું  હવે લીગની સંચાલન પરિષદની મંજૂરી પર નિર્ભર હશે. કારણ કે તેનો પ્રતિબંધ 29  માર્ચથી શરૂ થનારા ટુનામેન્ટમાં પણ રહેશે.


કોલકત્તા નાઇટરાઇડર્સે  આ 26 વર્ષના ઓફ  સ્પિનરને ગયા મહિને યોજાયેલી હરાજીમાં 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં ખરીદ્યો હતો. તેના સંદિગ્ધ એક્શનનો  રિપોર્ટ ગયા સપ્તાહમાં મેલબોર્ન સ્ટાર્સ વિરુદ્ધ સિડની થંડર્સની મેચ દરમિયાન કરવામાં આવ્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઓપરેશન હેડ પીટર રોચે કહ્યું કે, અમે ક્રિસ અને સિડની થંડર્સની પ્રશંસા કરવા માંગીએ છીએ કે તેમણે આ પ્રક્રિયામાં પુરો સહયોગ આપ્યો હતો. ક્રિસે પોતાની બોલિંગ એક્શનની તપાસ કરાવી હતી અને અમે આગામી મહિનાઓમાં પ્રતિબંધ ખત્મ થયા બાદ ફરીથી ટેસ્ટ કરીશું.