હાર્દિક પંડ્યાએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં કોફી વિથ કરણ મુદ્દે બોલતા જણાવ્યું, “એપિસોડ ટેલિકાસ્ટ થયા બાદ અમારા હાથમાં કંઇ જ નહોતું. ક્રિકેટર તરીકે અમે જાણતા નહોતા કે શું થવાનું છે. બોલ મારી કોર્ટમાં નહોતો, તે બીજા પાસે હતો અને તેણે શોટ ફટકારવાનો હતો. તે ખૂબ જ સંવેદનશીલ જગ્યા હતી.”
હાર્દિક પંડ્યા હાલ બેક ઈન્જરીમાંથી મુક્ત થઈ રહ્યો છે, ઓકટોબર 2019માં તેણે સર્જરી કરાવી હતી. તે આગામી મહિને ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે છે. હાર્દિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ભારતની એ ટીમ સાથે જોડાશે. જો ત્યાં તે સારો દેખાવ કરશે તો ટી-20માં સામેલ કરવામાં આવી શકે છે.
દીપિકાની JNU મુલાકાતના વિવાદ બાદ DMK સાંસદ કનીમોઝીએ કહ્યુ, હિન્દી ફિલ્મો ન જુઓ પરંતુ.....
દીપડાને લઈ વનમંત્રી ગણપત વસાવાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- દીપડા માત્ર ગુજરાતની સમસ્યા નથી, જાણો વિગતે
અમદાવાદ RTO એ આ કારને ફટકાર્યો ભારતનો સૌથી મોટો દંડ, રકમ જાણીને આંખો થઈ જશે પહોળી