નવી દિલ્હીઃ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા T-20 વર્લ્ડકપ માટે ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આગામી ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરે શરૂ થશે અને 15 નવેમ્બરે સમાપ્ત થશે. લક્ષ્મણે ઈન્દોરમાં મંગળવારે ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી-20 દરમિયાન ટીમ જાહેર કરી હતી.


લક્ષ્મણે 15 સભ્યોની ટીમમાં એમએસ ધોની કે શિખર ધવનને સ્થાન આપ્યું નથી. ધોની 2019 વર્લ્ડકપની સેમિ ફાઇનલ બાદ ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો નથી, જ્યારે ધવને ઈજા બાદ ટીમમાં વાપસી કરી હતી અને ઈન્દોર મેચમાં 29 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી. ધવન આ પહેલા વર્લ્ડકપ બાદ પણ રન બનાવતા સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

લક્ષ્મણે ટીમમાં ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને કેએલ રાહુલને આપી છે. જે બાદ મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે અને રિષભ પંતને રાખ્યા છે. જ્યારે ટીમમાં ત્રણ ઓલરાઉન્ડર્ હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેને સ્થાન આપ્યું છે. ફાસ્ટ બોલિંગમાં તેણે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને મોહમ્મદ શમીને સામેલ કર્યા છે. જ્યારે સ્પિન બોલિંગની જવાબદારી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને સોંપી છે.

લક્ષ્મણે ટી20 વર્લ્ડકપ માટે જાહેર કરેલી સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, દીપક ચહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.

'Roadies' ફેમ રઘુ રામની પત્નીએ પુત્રને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ

સગાઈ પછી હાર્દિક પંડ્યાએ કોફિ વિથ કરણ મુદ્દે તોડ્યું મૌન, કહ્યું- તે ખૂબ જ.......

દીપડાને લઈ વનમંત્રી ગણપત વસાવાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- દીપડા માત્ર ગુજરાતની સમસ્યા નથી, જાણો વિગતે

અમદાવાદ RTO એ આ કારને ફટકાર્યો ભારતનો સૌથી મોટો દંડ, રકમ જાણીને આંખો થઈ જશે પહોળી