નવી દિલ્હીઃ વન-ડે સીરિઝમાં ન્યૂઝિલેન્ડ સામે ભારતીય ટીમે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે પરંતુ ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ માટે સીરિઝ ખૂબ સારી સાબિત થઇ છે. તેણે ત્રણ મેચમાં એક સદી સહિત 204 રન ફટકાર્યા છે. ત્રીજી વન-ડેમાં તેની સદીની મદદથી ભારતે 296 રન ફટકાર્યા હતા પરંતુ ખરાબ બોલિંગના કારણે ટીમ ઇન્ડિયાએ મેચ ગુમાવી હતી.
સીરિઝ ખત્મ થયા બાદ ટીમમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને લોકેશ રાહુલના વખાણ કર્યા છે. ધવને લોકેશ રાહુલની બેટિંગના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તુ ક્રિકેટ રમ્યો અને શાનદાર સદી ફટકારી. જે રીતે તેણે બેટિંગ કરી છે તેને જોઇને લાગે છે કે તું 12મા ખેલાડી તરીકે પણ સદી ફટકારી શકે છે. ધવને લોકેશ રાહુલના વખાણ દર્શાવે છે કે કેવી રીતે ભારતી ટીમમાં ખેલાડીઓ અસુરક્ષિત ભાવના વિના એક ટીમ તરીકે રમી રહ્યા છે.
શિખર ધવને કહ્યુ- 12મા ખેલાડી તરીકે પણ લોકેશ રાહુલ સદી ફટકારી શકે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2020 08:39 PM (IST)
ત્રીજી વન-ડેમાં તેની સદીની મદદથી ભારતે 296 રન ફટકાર્યા હતા પરંતુ ખરાબ બોલિંગના કારણે ટીમ ઇન્ડિયાએ મેચ ગુમાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -