મુંબઈઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર રોબિન સિંહની બુધવારે સંયુક્ત અરબ  અમીરાત(UAE)ના ક્રિકેટ ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. 56 વર્ષીય રોબિન સિંહની હેડ કોચ ડગી બ્રાઉનને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ નિમણૂક કરવામાં આવી છે. યુએઈની ટીમ મેચ ફિક્સિંગ પ્રકરણમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે તેવા સમયે જ વરણી થઈ છે.


ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલા છે. ઉપરાંત 2013થી કેરેબિયન પ્રીમિયર લીગમાં બારબાડોસ ટ્રાઇડેંટ્સ  અને ટી10 લીગની ફ્રેન્ચાઇઝી સાથે પણ સંકળાયેલા છે. ત્રિનિદાદમાં જન્મેલા રોબિન સિંહ યુએઈમાં કોચિંગ એકેડમી પણ ચલાવે છે.

શ્રેષ્ઠ ફિલ્ડર અને મીડિયમ પેસર ઓલરાઉન્ડર રહેલા રોબિન સિંહે ભારત તરફથી  1989થી લઈ  2001 સુધીમાં એક ટેસ્ટ મેચ અને 136 વન ડે મેચ રમી હતી. તેણે 25.95ના સરેરાશથી 2236 બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સરકાર  100 રન છે. વન ડેમાં તેણે 69 વિકેટ પણ ઝડપી છે.

મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદને પાકિસ્તાની કોર્ટે સંભળાવી 5 વર્ષની સજા, જાણો વિગત

INDvsNZ: વન ડે સીરિઝમાં ભારતના ફાસ્ટ બોલર્સે કેટલી વિકેટ લીધી ? એવરેજ જાણીને ચોંકી જશો

બુમરાહે વન ડેના નંબર વન બોલરનું સ્થાન ગુમાવ્યું, ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડેમાં નહોતો ઝડપી શક્યો એક પણ વિકેટ