નવી દિલ્હીઃ ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને આઇસીસીના બેટ્સમેનોના રેન્કિંગમાં 19 સ્થાનનો ફાયદો થયો હતો. લોકેશ રાહુલ રેન્કિંગમાં 37મા સ્થાન પર પહોંચી ગયો છે. રાહુલે ઇગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સમાં રમાયેલી સીરિઝની બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. કેપ્ટન વિરાટ કોહલી પાંચમા સ્થાન પર યથાવત છે.



છેલ્લા સપ્તાહમાં 56મા સ્થાન સાથે રેન્કિંગમાં ફરીથી પ્રવેશ કરનાર રાહુલે પ્રથમ ઇનિંગમાં 129 રન બનાવીને ઇગ્લેન્ડ વિરુદ્ધ ભારતની 151 રનની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. છેલ્લા સપ્તાહમાં એક સ્થાનના નુકસાન સાથે કોહલી પાંચમા સ્થાન પર પહોંચ્યો હતો. રોહિત શર્મા અને ઋષભ પંતે અનુક્રમે પોતાનો છઠ્ઠો અને સાતમો ક્રમ જાળવી રાખ્યો હતો.



ઇગ્લેન્ડના કેપ્ટન જો રૂટને બે સ્થાનનો ફાયદો થયો હતો. તે રેન્કિંગમાં બીજા સ્થાન પર છે. બેટ્સમેનોની રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર ન્યૂઝિલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસન છે. બોલરોના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સ છે જ્યારે બીજા  સ્થાન પર ભારતીય બોલર આર.અશ્વિન છે. બુમરાહ 10મા સ્થાન પર પહોંચી ગયો છે. જ્યારે લોર્ડ્સ ટેસ્ટની બંન્ને ઇનિંગમાં ચાર-ચાર વિકેટ ઝડપનાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજ 38મા સ્થાન પર પહોંચી ગયો છે.