ખરેખરમાં કેએલ રાહુલે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે, આ તસવીરમાં તે યૂનો કાર્ડ રમતો દેખાઇ રહ્યો છે. આની સાથે રાહુલે પોતાની તસવીરને આથિયા શેટ્ટીને ટેગ કરતા કેપ્શન લખ્યું છે- તે આથિયા અને તેના મિત્રોને યૂનો કાર્ડ રમવાનુ મિસ કરી રહ્યો છે. આ તસવીર પર આથિયાએ રિપ્લાય કર્યુ છે. આની આ કૉમેન્ટ ખુબ વાયરલ થઇ રહી છે. આથિયાએ કૉમેન્ટ કરતાં કેએલ રાહુલની તસવીર પર ગ્રેડ કાર્ડ્સ લખ્યુ છે. ફેન્સને આ કૉમેન્ટ ખુબ પસંદ આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આથિયા શેટ્ટીના જન્મદિવસ પર તેને ખાસ અંદાજમાં કેએલ રાહુલે વિશ કર્યુ હતુ. કેએલ રાહુલે અથિયા શેટ્ટીની સાથેની એક તસવીર શેર કરતા લખ્યું- હેપ્પી બર્થડે પાગલ બચ્ચી, આ પૉસ્ટ પર ફેન્સથી લઇને સેલેબ્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં હતા.
ખાસ વાત છે કે કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી છેલ્લા ઘણાસમયથી પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. જોકે બન્નેએ હજુ સુધી આ વાતનો ખુલાસો નથી કર્યો.