KL Rahul:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રમાશે. રાજકોટમાં બંને ટીમો સામસામે ટકરાશે. પરંતુ આ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ રાજકોટ ટેસ્ટનો ભાગ નહીં હોય. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેએલ રાહુલ રમી શકશે નહીં. ટીમ ઈન્ડિયા માટે આ ખૂબ જ મોટો ઝટકો માનવામાં આવે છે. 

  


રવીન્દ્ર જાડેજા રાજકોટમાં રમશે !


ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન સંપૂર્ણ રીતે ફિટ નથી, તેથી તે રાજકોટ ટેસ્ટમાં રમી શકશે નહીં. પરંતુ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કે રવિન્દ્ર જાડેજાને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે રવિન્દ્ર જાડેજા ત્રીજી ટેસ્ટમાં રમશે તે લગભગ નિશ્ચિત છે. હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ 1-1 થી બરાબર છે. બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડે હૈદરાબાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 28 રનથી હરાવ્યું હતું. પરંતુ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું હતું. આ રીતે ત્રીજી ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


કેએલ રાહુલની જગ્યાએ દેવદત્ત પડિકલને તક મળી શકે ?


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રીજી ટેસ્ટમાં કેએલ રાહુલની જગ્યાએ કર્ણાટકના બેટ્સમેન દેવદત્ત પડીકલનું રમવાનું નિશ્ચિત છે. ખરેખર, ડોમેસ્ટિક ક્રિકેટમાં દેવદત્ત પડિકલનું તાજેતરનું ફોર્મ શાનદાર રહ્યું છે. આથી દેવદત્ત પડિકલ રાજકોટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. 


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ગુરુવાર, 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી ચૂકી છે.  હોટેલમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખેલાડીઓ પહોંચ્યા હોટલ સયાજી પહોંચ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા,યશસ્વી જયસ્વાલ, આર.અશ્વિન,સરફરાઝ ખાન,રજત પાટીદાર,કોચ રાહુલ દ્રવિડ,સુભમન ગિલ અને સાથે સાથે લોકલ બોય અક્ષર પટેલ પત્ની સાથે પહોંચ્યો હતો. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial