KL Rahul Covid Positive: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાહુલ હાલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. મહત્વનું છે કે, 29 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી T-20 સિરીઝમાં કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આ સિરીઝ શરુ થાયે તે પહેલાં જ કેએલ રાહુલ કોરોના પોઝિટીવ આવતાં ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.
જર્મનીમાં સફળ ઓપરેશન થયુંઃ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ કેએલ રાહુલનું જર્મનીમાં સફળ ઓપરેશન થયું હતું. જે બાદ તે ઘરે પરત ફર્યો છે. અત્યારે રાહુલ નીતિન પટેલની દેખરેખ હેઠળ બેંગ્લોરમાં એનસીએમાં રિહેબિલિટેશન કરી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી ઝુલન ગોસ્વામીની બોલિંગ પર કેએલ રાહુલ બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
કેએલ રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022થી જ ક્રિકેટથી દૂર છે. રાહુલને ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીજ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ મેચ શરૂ થાય તે પહેલાં જ રાહુલ ઈજાના કારણે પાંચ મેચની સમગ્ર સિરીજમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી રાહુલને સમગ્ર ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝનું શેડ્યુલઃ