KL Rahul Set To Miss England Tour: ભારતીય ટેસ્ટ ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં છેલ્લા પ્રવાસની બાકીની પાંચમી ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. જો કે આ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ અનુસાર, સ્ટાર ઓપનર કેએલ રાહુલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય.


પીટીઆઈના અહેવાલ મુજબ, ઓપનર કેએલ રાહુલ સમયસર ગ્રોઈનની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. આવી સ્થિતિમાં તે ઈંગ્લેન્ડ પ્રવાસને ચૂકી જશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે.


દક્ષિણ આફ્રિકા શ્રેણી પહેલા ઈજાગ્રસ્ત


કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ સીરીઝની શરૂઆત પહેલા જ કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સીરીઝમાંથી બહાર થવું પડ્યું હતું. કેએલ રાહુલની જગ્યાએ ઋષભ પંતને ટીમની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે.


રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી હતી


તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ હાલમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી દ્વારા જ આ ફોર્મેટમાં પુનરાગમન કરવામાં સફળ રહ્યો હતો. કેએલ રાહુલ ત્રણેય ફોર્મેટમાં રોહિત શર્માની સાથે ટીમ ઈન્ડિયાનો પ્રથમ પસંદગીનો ઓપનર છે.


રાહુલ નહીં રમે તેવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ મેચમાં નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરવું પડશે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળતો જોવા મળશે. આ સિવાય રાહુલ નહીં રમે તેવી સ્થિતિમાં શુભમન ગિલને ફરી એકવાર ઓપનિંગની જવાબદારી સંભાળવી પડી શકે છે.


અહીં જાણો ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ


01 જુલાઈ- પાંચમી ટેસ્ટ- (ફરીથી નિર્ધારિત મેચ)- એજબેસ્ટન, બર્મિંગહામ


07 જુલાઈ - 1લી T20 - સાઉધમ્પ્ટન


09 જુલાઈ - બીજી T20 - બર્મિંગહામ


10 જુલાઈ - 3જી T20 - નોટિંગહામ


12 જુલાઈ - 1લી ODI – લંડન


14 જુલાઈ - બીજી ODI – લંડન


17 જુલાઈ - ત્રીજી ODI - મેન્ટેસ્ટર.