નવી દિલ્હીઃ ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંનો એક મહેન્દ્ર સિંહ ધોની ગઇકાલે ક્રિકેટથી દુર થઇ ગયો, તેને સાંજે 7.29 મિનીટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયમેન્ટની જાહેરાત કરી દીધી. તેને સોશ્યલ મીડિયા પર લખ્યું- ધન્યવાદ, તે પ્રેમ અને સમર્થન માટે. ખુબ ખુબ ધન્યવાદ. આજે સાત વાગેને 29 મિનીટે મને રિટાયર સમજો. ધોનીના રિટાયર બાદ તેની યાદો લોકો વગોળવા માંડ્યા છે.

ધોનીને સૌથી વધુ બાઇકનો શોખ હતો. તે પોતાના ઘરે અનેક પ્રકારની બાઇકોનુ કલેક્શન પણ કર્યુ છે. અહીં અમે તમને બતાવીએ છીએ કે ધોનીની સૌથી પહેલી બાઇક કઇ હતી.



ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બેસ્ટ ફિનીશર મહેન્દ્ર સિંહ ધોનીને બાઇકનો જબરદસ્ત શોખ છે. ધોનીની પાસે કેટલીક બાઇક છે પરંતુ તમને નહીં ખબર હોય કે ધોની સૌથી પહેલા કઇ બાઇક ચલાવતો હતો. માહીની પહેલી બાઇક યામાહા આરએક્સ 135 હતી. ખડગપુરમાં રેલવેમાં નોકરી કરતી વખતે તે આ બાઇક લઇને જતો હતો, તે પોતાના મિત્રો સાથે પણ આ બાઇક પર જ દુર દુર સુધીની સવારી કરતો હતો.

પરંતુ વર્ષ 2003માં ધોનીએ પોતાની આ બાઇકને વેચી દીધી હતી. પન્ના નામના એક વ્યક્તિએ આ બાઇક 15 રૂપિયામાં ધોની પાસેથી ખરીલી લીધી હતી.