IND vs ENG ODI Live Streaming - ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે વનડે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાશે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને 1-1ની બરાબરી પર છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત સાથે વનડે સીરીઝમાં લીડ બનાવી લીધી હતી, જોકે બીજી વનડેમાં ઇંગ્લિશ ટીમે વળતો પ્રહાર કરીને ભારતીય ટીમને 100 રનથો હાર આપી હતી, આ સાથે જ જૉસ બટલરની કેપ્ટનશીપ વાળી ઇંગ્લેન્ડ ટીમે સીરીઝમાં 1-1ની બરાબરી કરીને સીરીઝને જીવંત રાખી હતી.
રોહિત શર્મા અને જૉસ બટલરની ટીમ આવતીકાલે માન્ચેસ્ટરમાં સીરીઝ પર કબજો કરવાના ઇરાદે મેદાન પર ઉતરશે. આજની મેચ બન્ને માટે ફાઇનલ મેચ હશે. જાણો ત્રીજી વનડે ક્યારે ને કેટલા વાગે કઇ ચેનલ પરથી લાઇવ જોઇ શકાશે........
જાણો ત્રીજી વનડે મેચ ક્યાંથી જોઇ શકાશે લાઇવ -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ ક્યારે અને ક્યાં રમાશે ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ 17 જુલાઇએ રવિવારે રમાશે. આ મેચ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.00 વાગ્યાથી શરૂ થશે.
ભારત અને ઇંગ્લેન્ડ મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટ કઇ ચેનલ પરથી થશે ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચનુ લાઇવ પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ પર થશે. તમે સોની સ્પોર્ટ્સ 1 અને સોની સ્પોર્ટ્સ 1 એચડી પર મેચનું લાઇવ પ્રસારણ જોઇ શકો છો.
ભારત અને ઇંગ્લેન્ડ વનડેનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકો છો ?
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રીજી વનડે મેચનુ ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ તમે સોની લિવ એપ પર જોઇ શકો છો.
બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન: -
ભારતની પ્લેઈંગ ઈલેવનઃ - રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ - જેસન રોય, જોની બેયરસ્ટો, જો રુટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ડેવિડ વિલી, ક્રેગ ઓવરટન, બ્રાઈડન કાર્સ, રેસ ટોપ્લી
આ પણ વાંચો..........
Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા
Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા
મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો