ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આગામી વર્ષે 18 માર્ચ અને 21 માર્ચના રોજ વર્લ્ડ ઇલેવન સામે રમાનારી બે ટી20 મેચમાં એશિયા ઇલેવન માટે BCCI પાસેથી મહેન્દ્ર સિંહ ધોની સહિત 7 ખેલાડી આપવાની માંગ કરી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ધોની ઉપરાંત વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાની પણ માંગ કરી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક પ્રસ્તાવ મોકલીને ધોની સહિત 7 ખેલાડીઓ મળી શકે તેવી ભલામણ કરી છે. ધોનીએ વર્લ્ડકપમાં ભારતની સેમિ ફાઈનલમાં થયેલી હાર બાદ એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.

કોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે નાઇટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 46 રનથી ધૂળ ચટાવી હતી. પ્રથમ મેચમાં પણ ભારતે પ્રવાસી ટીમને ઈનિંગથી હાર આપી ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી હતી.

કોલકાતામાં વિજય ભારતનો આઈસીસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સતત સાતમો વિજય હતો. જે બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ભારત 360 અંક થઈ ગયા છે અને અન્ય ટીમો કરતાં સ્થિતિ વધારે મજબૂત કરી છે.

ઈંગ્લેન્ડેને વર્લ્ડકપ જીતાડનારા આ સ્ટાર ખેલાડી પર ન્યૂઝીલેન્ડમાં થઈ વંશીય ટિપ્પણી, જાણો વિગત

કોહલીએ કહ્યું- ટ્રેનિંગ સેશનમાં આ ગુજરાતી ખેલાડીને હરાવવો છે મુશ્કેલ, તસવીર શેર કરીને કહી મોટી વાત