England Women vs South Africa Women: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે. આજે એકબાજુ ઇંગ્લિશ ટીમ હશે, તો બીજીબાજુ સાઉથ આફ્રિકન મહિલા ટીમ હશે. બન્ને ટીમોની વાત કરીએ તો આંકડાની રીતે ઇંગ્લેન્ડની મહિલા ટીમ ટી20માં સાઉથા આફ્રિકા સામે ભારે પડતી દેખાઇ રહી છે, પરંતુ આ વખતે સાઉથ આફ્રિકાને હૉમ ગ્રાઉન્ડનો ફાયદો મળી રહ્યો છે, અને સેમિ ફાઇનલ સુધી પહોંચી શકી છે. જાણો આજે કેવી છે બન્નેની ફૂલ સ્ક્વૉડ...  


ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા બન્નેની ફૂલ સ્ક્વૉડ - 


ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
હીથર નાઇટ (કેપ્ટન), લૉરેન બેલ, મેઆ બાઉશિર, કેથરીન સિવર-બ્રન્ટ, એલિસ કૈપ્સી, કેટ ક્રૉસ, ફ્રેયા ડેવિસ, ચાર્લી ડીન, સોફિયા ડન્કલે, સૉફી એક્લસ્ટૉન, સારા ગ્લેન, એમી જૉન્સ, નેટ સિવર-બ્રન્ટ, લૉરેન વિનફિલ્ડ, ડેબ યાટ.


સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
સુને લુઝ (કેપ્ટન), ચ્લૉએ ટ્રાયૉન, એનકે બૉશ, તાજમિન બ્રિટ્સ, નાડિને ડિ ક્લર્ક, એનરી ડર્કસન, લારા ગુડાલ, શબનીમ ઇસ્માઇલ, સિનાલો જાફ્ટા, મેરિજાને કાપ, આયાબોન્ગા ખાકા, મસાબાટા ક્લાસ, નૉનકુલુલેકો મ્લાબા, ડેલ્મી ટકર, લૌરા વૉલ્માર્ટ.


આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં બન્ને ટીમોનું પ્રદર્શન- 
આ મહિલા ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લિશ ટીમનુ પ્રદર્શન ખાસ રહ્યુ છે, ઇંગ્લિશ ટીમે ગૃપ બીની તમામ 4 મેચો જીતી છે, ઇંગ્લેન્ડે ચારેય મેચો જીતીને 8 પૉઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો વળી, સાઉથ આફ્રિકાની વાત કરીએ તો, નેટ રનરેટના આધાર પર સેમિ ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે. સાઉથ આફ્રિકન ટીમની વાત કરીએ તો મહિલા ટી20 વર્લ્ડકપની ગૃપ એની 4 મેચોમાંથી તેને 2 મેચોમાં જીતી હાંસલ કરી છે, અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે, આ સ્થાન પર ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ પણ હતી, પરંતુ સાઉથ આફ્રિકાની નેટ રનરેટ કીવી મહિલા ટીમ કરતા સારી હોવાથી તેની આસાનીથી સેમિ ફાઇનલમાં એન્ટ્રી થઇ ગઇ હતી. હવે આજની મેચ કોણ જીતે છે, તે જોવાનુ રહ્યુ. 


 


Womens T20 WC 2023: ઓસ્ટ્રેલિયાનો ટી20 વર્લ્ડકપમાં નવો રેકોર્ડ, સળંગ 7મી વાર સેમિ ફાઇનલ મેચ જીતી 


Womens T20 WC 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 23 ફેબ્રુઆરી 2023ના દિવસે રમાયેલી સેમિ ફાઇનલ મેચમાં ફરી એકવાર કાંગારુ ટીમને જીત મળી છે. આજે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે સાઉથ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ હતી. આજની મેચમાં ફરી એકવાર કાંગારુઓનો દબદબો જોવા મળ્યો, ટીમ ઇન્ડિયાને સેમિ ફાઇનલમાં 5 રનથી હાર આપીને વર્લ્ડકપની ફાઇનલની ટિકીટ પાક્કી કરી લીધી છે. 


કાંગારુઓ ટીમોન ટી20 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં દબદબો - 
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ટી20 વર્લ્ડકપમાં સળંગ સાત વાર સેમિ ફાઇનલ જીતનારી પ્રથમ ટીમે બની ગઇ છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે સૌથી પહેલા 2010માં આઇસીસી ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ જીતી હતી, તે દરમિયાન તે ચેમ્પીયન પણ બની હતી, જોકે, કાંગારુ ટીમે તે પછી સતત 7 વાર સેમિ ફાઇનલમાં જીત હાંસલ કરી છે, આ વખતે 2023માં પણ ભારતીય મહિલા ટીમને સેમિ ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી છે. ખાસ વાત છે કે, કાંગારુ ટીમને વર્ષ 2016માં સેમિ ફાઇનલમાં જીત મળી હતી, ફાઇનલમાં હાર મળી હતી, આ સિવાય તે તમામ વર્ષે સેમિ ફાઇનલ જીત્યા બાદ ચેમ્પીયન બની ચૂકી છે.