IPL Retention, Kolkata Knight Riders: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી છે. પેટ કમિન્સ (Pat Cummins)ઉપરાંત શાહરૂખ ખાન (Shahrukh Khan)ની ટીમમાં સેમ બિલિંગ્સ (Sam Billings), મોહમ્મદ નબી (Mohammad Nabi) , એરોન ફિન્ચ, (Aaron Finch) એલેક્સ હેલ્સ અને અજિંક્યે રહાણે (Ajinkya Rahane) જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે શાર્દુલ ઠાકુર (Shardul Thakur), રહેમાનુલ્લા ગુરબાઝ (Rahmanullah Gurbaz), લોકી ફર્ગ્યુસન (Lockie Ferguson)ને ગુજરાત ટાઈટન્સ (જીટી) સાથે ટ્રેડ કર્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે આ ખેલાડીઓને રિલીઝ કર્યા-
પેટ કમિન્સ, સેમ બિલિંગ્સ, અમન ખાન, શિવમ માવી, મોહમ્મદ નબી, ચમિકા કરુણારત્ને, એરોન ફિન્ચ, એલેક્સ હેલ્સ, અભિજિત તોમર, અજિંક્ય રહાણે, અશોક શર્મા, બાબા ઈન્દ્રજીત, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રસિક સલામ, શેલ્ડન જેક્સન
શાહરૂખ ખાનની ટીમે આ ખેલાડીઓને જાળવી રાખ્યા-
શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ
હરાજીમાં KKR પાસે 7.05 કરોડ રૂપિયા હશે-
IPL ઓક્શન 2023 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવાની છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાસે આ હરાજીમાં ખેલાડીઓ ખરીદવા માટે 7.05 કરોડ રૂપિયા હશે. આ સિવાય શાહરૂખ ખાનની ટીમ 3 વિદેશી ખેલાડીઓને ખરીદી શકે છે. હાલમાં આ ટીમે કેપ્ટન શ્રેયસ અય્યર સહિત 14 ખેલાડીઓને રિટેન કર્યા છે.
KKR ટીમ પાસે વધુ 11 સ્લોટ ભરવાના છે. KKR માટે આટલા ઓછા પૈસાથી 11 સ્લોટ ભરવાનું સરળ નથી.
મુંબઇ ઇન્ડિયન્સે 13 ખેલાડીઓને કર્યા રીલિઝ
હરાજી પહેલા મુંબઈએ ટીમમાંથી કુલ 13 ખેલાડીઓને બહાર કર્યા છે અને હવે હરાજીમાં તેઓ સંપૂર્ણ ધ્યાન નવી ટીમ બનાવવા પર રહેશે. મુંબઈની હરાજીમાં 20.55 કરોડ રૂપિયા બાકી છે. મુંબઈએ તેના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક કિરોન પોલાર્ડને પણ મુક્ત કર્યો છે. મુંબઈ દ્ધારા કયા ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા અને કયા ખેલાડીઓ હજુ પણ ટીમમાં છે.
કિરોન પોલાર્ડ, અનમોલપ્રીત સિંઘ, આર્યન જુયાલ, બેસિલ થમ્પી, ડેનિયલ સૈમ્સ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડે, મુરુગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, રાઇલી મેરેડિથ, સંજય યાદવ અને ટાઇમલ મિલ્સ.