નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન યુએઇમાં શરૂ થઇ ચૂકી છે, ખાલી સ્ટેડિયમમાં મેચ રમાતી હોવાથી ફેન્સ અને ચાહકો ગ્રાઉન્ડ સુધી પહોંચી ન થી શકતા. આ બધાની વચ્ચે ફેન્સને આઇપીએલ સાથે જકડી રાખવા માટે કૉટક મહેન્દ્ર બેન્કે એક ખાસ ઓફરની શરૂઆત કરી છે.


ગુરુવારે કોટક મહિન્દ્રા બેન્કે આઇપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ સહિતની અન્ય ચાર ટીમો સાથે ભાગીદારીની જાહેરાત કરી, બેન્કે આની સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સ્પેશ્યલ ડિઝાઇન સીરીઝ માયટીમ કાર્ડ લૉન્ચ કરી છે.

કોટક મહિન્દ્ર બેન્ક લિમીટેડના અધ્યક્ષ પુનીત કપૂરે કહ્યું- કૉવિડ-19 મહામારીના કારણે કસ્ટમર યૂઝમાં ઘટાડો થયો છે, પરંતુ આમાં સુધારો થઇ રહ્યો છે. આ કાર્ડોનો ઉપયોગ તહેવારો દરમિયાન કૉવિડ પૂર્વ સ્તર પર પહોંચી જવાનુ અનુમાન છે. હવે ખર્ચ વધી રહ્યુ છે. માયટીમ એક ગ્રાહક કેન્દ્રિત પહેલ છે, અને આનાથી કાર્ડના ઉપયોગમાં વધારો થવાની આશા છે.

મનપસંદ ટીમના કાર્ડ
અમે મનગમતી ટીમના આધાર પર તે હિસાબે ડિઝાઇન કરવામાં આવેલા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ લઇ શકો છો. આના માટે કસ્ટમરને 599 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. બેન્કનુ કહેવુ છેકે આના અવેજમાં ગ્રાહકોને થોડોક લાભ પણ મળશે. બેન્કના કાર્ડધારકોની સંખ્યા 1.5 કરોડ અને 23 લાખ ક્રેડિટ કાર્ડધારકો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ