Ind vs SL: ટીમ ઈન્ડિયાનો ખેલાડી કૃણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી20 મેચ રમાવાની હતી પરંતુ તેને રદ કરવામાં આવી છે.
કૃણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે મેચને રદ કરવામાં આવી છે. આ સાથે જ ભારત અને શ્રીલંકાની ટીમો આઈસોલેશનમાં જતી રહી છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આ બીજો ટી 20 મુકાબલો હતો. પ્રથમ ટી20 મેચ જીતીને ટીમ ઇન્ડિયા ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે.
પ્રથમ ટી-20માં ભારતની જીત
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 38 રને હાર આપી હતી. મેચ જીતવા 165 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેતી શ્રીલંકાની ટીમ 18.3 ઓવરમાં 136 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. એક સમયે શ્રીલંકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર હતો અને ત્યાંથી તેઓ 126 રનમાં તંબુ ભેગા થઈ ગયા હતા. આામ શ્રીલંકાએ 36 રનમાં જ છેલ્લી સાત વિકેટ ગુમાવી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ચાર વિકેટ લીધી હતી. દિપક ચહરે બે વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વરૂણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી હતી.
જો તમામ ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે, તો આ મેચ કાલે રમાઈ શકે છે. પરંતુ હાલ કંઈ પણ કહેવું ઉતાવશ ગણાશે. ભારતે પ્રથમ ટી20 મુકાબલામાં જીત નોંધાવી સીરીઝ પર લીડ મેળવી હતી, પરંતુ હવે આ સીરીઝ પર ખતરો મંડરાઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયા 2016 પછી વિરાટ-રોહિતની ગેરહાજરીમાં T-20 સિરીઝ રમવા ઉતરી છે. છેલ્લીવાર ઈન્ડિયન ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ઝીમ્બાબ્વે વિરુદ્ધ 3 મેચની T-20 સિરીઝ રમી હતી. જેમા કોહલી અને રોહિત બંને ટીમની પ્લેઇંગ-11માં સામેલ નહોતા. ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ નથી. બંને દિગ્ગજો અત્યારે ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટની સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે, જે 4 ઓગસ્ટથી શરૂ થશે.