ચેન્નાઈઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આજે ચેન્નાઈમાં શરૂ થઈ છે. આ ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલી છે. વિરાટ કોહલીના આગમન સાથે જ ટીમમાં જૂના ખેલાડીઓ પાછા આવી ગયા છે.


આ પૈકી ઉડીને આંખે વળગે એવી બાદબાકી શાર્દુલ ઠાકુર તથા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની છે. બંનેએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં જ નહીં પણ આખી સીરિઝમાં શાનદાર દેખાવ કરીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી પણ તેમનો જ એકડો કાઢી નંખાયો છે. તેમના બદલે જસપ્રિત બૂમરાહ અને 32 વર્ષીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માને ટીમમાં લેવાયા છે. બૂમરાહ ઈજાના કારણે ચોથી ટેસ્ટમા નહોતો રમ્યો તેથી તેનું પુનરાગમન અપેક્ષિત હતું પણ ઈશાંત શર્માના સમાવેશે આશ્ચર્ય સર્જ્યું છે.