નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે એક મોટો ખુલાસો કર્યો છે, કુલદીપે નેટ્સમાં કોની સામે બૉલિંગ કરવી સૌથી અઘરી પડે છે તે વાતની સ્પષ્ટતા કરી છે. આમ કુલદીપને અન્ય ટીમના બેટ્સમેનો આસાનીથી નથી રમી શકતો.
ચાઇનામેન કુલદીપે 2017માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યુ, બૉલિંગ દરમિયાન તેને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. પણ હવે કુલદીપે એક મોટો ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે, નેટ્સમાં રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાને બૉલિંગ કરવી સૌથી અઘરી પડી જાય છે. ચેતેશ્વર પુજારા ટેસ્ટ ક્રિકેટનો સ્પેશ્યાલિસ્ટ પણ છે, અને સ્પિંગ બૉલિંગ સામે બહુ જ સારી રીતે રમે છે.
કુલદીપે કહ્યું રોહિત શર્માનો તો જવાબ જ નથી. વનડેમા તેની સરખામણી કોઇની સાથે ના કરાય, નેટ્સમાં રોહિતના મોટા મોટા શૉટ્સથી ડર લાગે છે.
ખાસ વાત છે કે કુલદીપ યાદવને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાને સાબિત કરવા માટે વધારે સમય નથી લાગ્યો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં ડેબ્યૂ કર્યુ હતુ, ત્યારે ચાર વિકેટ લઇને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામે વનડે ડેબ્યૂ કર્યુ હતુ.
રોહિત અને પુજારા સામે બૉલિંગ કરતા મને બહુ ડર લાગે છે, કયા સ્ટાર બૉલરે કર્યો આવો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2020 12:13 PM (IST)
કુલદીપે કહ્યું રોહિત શર્માનો તો જવાબ જ નથી. વનડેમા તેની સરખામણી કોઇની સાથે ના કરાય, નેટ્સમાં રોહિતના મોટા મોટા શૉટ્સથી ડર લાગે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -