Kuldeep Yadav: છેલ્લા લાંબા સમયથી કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. પરંતુ હવે ટૂંક સમયમાં આ ચાઇનામેન બોલર ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળી શકે છે. વાસ્તવમાં કુલદીપ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. આ પહેલા કુલદીપ યાદવનો ફિટનેસ ટેસ્ટ 26 જાન્યુઆરીએ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં લેવામાં આવ્યો હતો. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કુલદીપ યાદવ ઉત્તર પ્રદેશ માટે રણજી ટ્રોફીના છેલ્લા રાઉન્ડમાં જોવા મળી શકે છે. ગુરુવારથી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.


શું કુલદીપ યાદવ ઇંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝમાં રમશે?


ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. કુલદીપ યાદવની ફિટનેસ સમસ્યાઓ હોવા છતાં તેને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો. જોકે હવે ભારતીય ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ઉપરાંત, ઈગ્લેન્ડ વનડે શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયા માટે એક રાહતના સમાચાર છે. ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણી રમાશે. આ શ્રેણીની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ રમાશે. જો કુલદીપ યાદવ ઈગ્લેન્ડ શ્રેણી પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનનો ભાગ બને છે. તો બોલિંગ આક્રમણ ચોક્કસપણે મજબૂત બનશે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીસીસીઆઈ ઇચ્છે છે કે કુલદીપ યાદવ રણજી ટ્રોફીમાં રમે જેથી ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા ખાતરી થઈ શકે કે તે મેચ માટે સંપૂર્ણપણે ફિટ છે કે નહીં.


ઉત્તર પ્રદેશ ટીમ


આર્યન જુયાલ (કેપ્ટન અને વિકેટકીપર), કરણ શર્મા, અભિષેક ગોસ્વામી, માધવ કૌશિક, પ્રિયમ ગર્ગ, ઋતુરાજ શર્મા, આદિત્ય શર્મા (વિકેટકીપર), શિવમ માવી, સૌરભ કુમાર, શિવમ શર્મા, કૃતજ્ઞ કુમાર સિંહ, વિજય કુમાર, અટલ બિહારી રાય, વૈભવ ચૌધરી, ઝીશાન અંસારી, કાર્તિકેય જયસ્વાલ, કાર્તિક ત્યાગી અને કુલદીપ યાદવ.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ગ્રુપ સ્ટેજ:


ગ્રુપ A: પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ


ગ્રુપ બી: ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન  


ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ભારતીય ટીમ તેની બધી મેચ પાકિસ્તાનની બહાર રમશે. કારણ કે BCCI એ પહેલાથી જ કહ્યું હતું કે તે આ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલશે નહીં. 


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે આ તારીખથી મળશે ટિકિટ, આટલા ઓછા રુપિયામાં મેચનો આનંદ લઈ શકશો