સુત્રો અનુસાર, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પણ આઇપીએલની જેમ લંકા પ્રીમિયર લીગનુ આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. જાણકારી અનુસાર આ લીગની પહેલી સિઝન 28 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે રમાશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી મળેલી માહિતી પ્રમાણે, લંકા પ્રીમિયર લીગમં કુલ પાંચ ટીમો ભાગ લેશે. આ લીગમાં ભાગ લેનારી પાંચ ટીમોના નામ કોલંબો, કેન્ડી, ગેલી, દાંબુલ અને જાફના શહેરોના નામ પરથી રાખવામાં આવશે. વળી, શ્રીલંકાના ટૉપ ખેલાડીઓ સહિત કુલ 70 ઇન્ટરનેશનલ ખેલાડી અને 10 દિગ્ગજ કૉચ પણ આ લીગમાં ભાગ લેશે. કહેવાઇ રહ્યુ છે કે 30 જુલાઇએ આ લીગ માટે ખેલાડીઓની હરાજીનુ આયોજન થશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે લંકા પ્રીમિયર લીગને લઇને સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, લીગની 23 મેચ પ્રેમદાસા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, રંગીરી ડંબુલુ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અને સુરિયાવા મહિન્દ્રા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ સહિત ચાર આંતરરાષ્ટ્રીય સ્થાનો પર રમાશે. આમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે.